ગુજરાતમાં મેઘાની ફરી બેટિંગ શરૂ, 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, નવસારીના જલાલપોરમાં 5.75 ઈંચ ખાબક્યો

ગુજરાતમાં મેઘાની ફરી બેટિંગ શરૂ, 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, નવસારીના જલાલપોરમાં 5.75 ઈંચ ખાબક્યો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


In the present day Gujarat rain fall information: ગુજરાતમાં થોડા વિરામ બાદ મેઘરાજાની ફરી બેટિંગ શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં રાજ્યનો સૌથી વધુ 5.75 ઈંચ નોંધાયો હતો. 

નવસારીના જલાલપોરમાં રાજ્યનો સૌથી વધુ 5.75 ઈંચ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 19 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 20 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ નવસારીના જલાલપોરમાં 5.75 ઈંચ વરસાદ નોંધાયો હતો.

6 તાલુકામાં 2થી 6 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

ગુજરાતમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 6 તાલુકા એવા છે જ્યાં 2 ઈંચથી 6 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જ્યારે 14 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચ અને 2 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. 

તાલુકો

વરસાદ (ઈંચમાં)

જલાલપોર

5.75

નવસારી

4.8

પારડી

3.82

પલસાણા

3.07

ચિખલી

2.48

મહુવા

2.17

દેશભરના 22 રાજ્યો માટે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે, 20 જુલાઈના રોજ દેશભરના 22 રાજ્યો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે: ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, સિક્કિમ, આસામ, ત્રિપુરા, મેઘાલય, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને નાગાલેન્ડ. 

આ પણ વાંચોઃ- 75 વર્ષ જૂના કાયદામાં ઐતિહાસિક સુધારો, સમગ્ર રાજ્યમાં હવે 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ પડશે

આ સમયગાળા દરમિયાન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયાકાંઠાથી દૂર રહેવાની પણ ચેતવણી આપવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *