Rathyatra 2026 Ahmedabad Jagannath Temple : અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અષાઢી બીજના દિવસે જગતના નાથ ભગવાન જગન્નાથજી ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળશે. તેના આગલા દિવસે વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. જેમાં નેત્રોત્સવ બાદ અષાઢ સુદ એકમ તિથિ પર ભગવાનને સોનાવેશમાં શણગારવામાં આવે છે. આખા વર્ષમાં એક જ વખત જોવા મળતા ભગવાન જગન્નાથજીનું આ દિવ્ય અલૌકિક સ્વરૂપના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર જમાલપુર મંદિરે ઉમટી પડ્યું છે.
રથયાત્રા પહેલા જગન્નાથના સોનાવેશ દર્શન
રથયાત્રાની વિવિધ ધાર્મિક વિધિમાં એક છે ભગવાનનો સોનાવેશ શણગાર. અષાઢ સુદ એકમ તિથિ પર ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીને સોનાના વસ્ત્રો અને આભૂષોનો શણગાર કરવામાં કરવામાં આવે છે. જેમા સોનાનો મુગટ, હાર, કુંડળ, કમરબંધ સહિત વિવિધ સોનાના કિંમતી આભૂષણ ધારણ કરાવવામાં આવે છે. ભગવાન જગન્નાથજીનો સોનાવેશ સ્વરૂપ અખૂટ દિવ્ય વૈભવ અને ઐશ્ચર્યનું પ્રતિક મનાય છે.
રથયાત્રા પહેલા મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના સોનાવેશ સ્વરૂપના દર્શન કરવા મંદિરે પહોંચ્યા હતા. જય જગન્નાથના નાદથી મંદિરનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. રથયાત્રા દરમિયાન કોઇ અનિશ્ચનિય ઘટના બને નહીં અને શાંતિપૂર્ણ માહોલમાં આ કાર્યક્રમ સંપન્ન થાય તેની માટે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/07/14/rathyatra-ahmedabad-2026-2026-07-14-10-52-07.jpg)
અમદાવાદમાં પ્રથમ રથયાત્રા ક્યારે અને કોણે શરૂ કરી હતી? જાણો રસપ્રદ ઇતિહાસ
અમદાવાદની રથયાત્રા એટલે ધાર્મિક, સામાજિક અને કોમ એખલાસનો ત્રિવેણી સંગમ છે. વર્ષ 2026માં અમદાવાદની 149મી રથયાત્રા નીકળશે, જેની માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
પુરીની જગન્નાથ રથયાત્રા બાદ ભારતમાં સૌથી પ્રસિદ્ધ રથયાત્રા અમદાવાદમાં યોજાય છે, જેમા ગજરાજ, સાધુ સંતો, ભક્તો, શણગારેલા વાહનો અને વિવિધ કરતબો કરતા અખાડાના કુસ્તીબાજો આકર્ષણનું કેન્દ્ર હોય છે. શું તમે જાણો છો અમદાવાદમાં સૌથી પહેલી રથયાત્રા ક્યારે અને કોણ શરૂ કરી હતી? ભારતની સૌથી લાંબી રથયાત્રા ક્યાં યોજાય છે? વધુ વાંચો
