India vs Afghanistan Dwell Cricket Scorecard : પ્રથમ વન ડેમાં અફઘાનિસ્તાને આપેલા 195 રનના પડકાર સામે 19 ઓવરમાં 3 વિકેટે 153 રન બનાવી લીધા છે. આ મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. વરસાદના કારણે મેચ 25-25 ઓવરની કરવામાં આવી છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ , નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, અર્શદીપ સિંહ, ગૂરનુર બરાર, પ્રસિદ્ધ કૃષ્ણા.
અફઘાનિસ્તાન : રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મોહમ્મદ સલીમ, અલ્લાહ ગઝનફર, ઝીયાઉર રહેમાન.
-
Jun 13, 2026 21:51 IST
IND vs AFG LIVE : શ્રેયસ ઐયર 12 રને આઉટ
શ્રેયસ ઐયર 15 બોલમાં 1 ફોર સાથે 12 રને ઝીયાઉર રહેમાનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 142 રને ત્રીજી વિકેટ ગુમાવી.
-
Jun 13, 2026 21:49 IST
IND vs AFG LIVE : શુભમન ગિલની અડધી સદી
શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા 37 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-
Jun 13, 2026 21:24 IST
IND vs AFG LIVE : ઇશાન કિશન 34 રને બોલ્ડ
ઇશાન કિશન 22 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 34 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 116 રને બીજી વિકેટ ગુમાવી.
-
Jun 13, 2026 20:57 IST
IND vs AFG LIVE : રોહિત શર્મા રન આઉટ
રોહિત શર્મા 16 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 16 રને રન આઉટ થયો. ભારતે 46 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Jun 13, 2026 20:00 IST
IND vs AFG LIVE : ભારતને 195 રનનો પડકાર
પ્રથમ વન ડેમાં અફઘાનિસ્તાન 24.5 ઓવરમાં 194 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. ભારતને જીતવા માટે 195 રનનો પડકાર મળ્યો છે. આ મેચ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. વરસાદના કારણે મેચ 25-25 ઓવરની કરવામાં આવી છે.
-
Jun 13, 2026 19:52 IST
IND vs AFG LIVE : ઉમરઝાઇ 26 રને આઉટ
મોહમ્મદ નબી 14 બોલમાં 1 સિક્સર સાથે નીતિશ કુમાર રેડ્ડીનો શિકાર બન્યો. ઉમરઝાઇ 16 બોલમાં 3 સિક્સર સાથે 26 રને હર્ષ દુબેની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો.
-
Jun 13, 2026 19:20 IST
IND vs AFG LIVE : ગુરબાઝ 102 રને બોલ્ડ
રહેમાનુલ્લા ગુરબાઝ 51 બોલમાં 8 ફોર અને 8 સિક્સર સાથે 102 રન બનાવી નીતિશ કુમાર રેડ્ડીની ઓવરમાં બોલ્ડ થયો. હસમતુલ્લાહ શાહિદી 30 બોલમાં 3 ફોર સાથે 27 રને હર્ષ દુબેનો શિકાર બન્યો. અફઘાનિસ્તાને 144 રને પાંચમી વિકેટ ગુમાવી.
-
Jun 13, 2026 19:08 IST
IND vs AFG LIVE : ગુરબાઝની સદી
રહેમાનુલ્લા ગુરબાઝે શાનદાર બેટિંગ કરતા 48 બોલમાં 8 ફોર અને 8 સિક્સર સાથે સદી ફટકારી.
-
Jun 13, 2026 18:49 IST
IND vs AFG LIVE : ગુરબાઝની અડધી સદી
રહેમાનુલ્લા ગુરબાઝે શાનદાર બેટિંગ કરતા 25 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી. અફઘાનિસ્તાને 11.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-
Jun 13, 2026 18:11 IST
IND vs AFG LIVE : અફઘાનિસ્તાનને બીજો ફટકો
ઈબ્રાહિમ ઝાદરાન 4 બોલમાં 1 રને ગૂરનુર બરારની ઓવરમાં કેચ આઉટ થયો. સેદીકુલ્લાહ અટલ 2 બોલમાં ખાતું ખોલાયા વિના અર્શદીપ સિંહનો શિકાર બન્યો. અફઘાનિસ્તાને 16 રને બીજી વિકેટ ગુમાવી.
-
Jun 13, 2026 18:06 IST
IND vs AFG LIVE : અફઘાનિસ્તાન પ્લેઇંગ ઇલેવન
રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મોહમ્મદ સલીમ, અલ્લાહ ગઝનફર, ઝીયાઉર રહેમાન.
-
Jun 13, 2026 18:05 IST
IND vs AFG LIVE : ભારત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ , નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, અર્શદીપ સિંહ, ગૂરનુર બરાર, પ્રસિદ્ધ કૃષ્ણા.
-
Jun 13, 2026 18:03 IST
IND vs AFG LIVE : ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
અફઘાનિસ્તાન સામેની પ્રથમ વન ડે માં ભારતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. વરસાદના કારણે મેચ 25-25 ઓવરની કરવામાં આવી છે. ભારતની ટીમમાં હર્ષ દુબે અને ગૂરનુર બરારે મેચમાં ડેબ્યૂ કર્યું છે.
-
Jun 13, 2026 15:51 IST
IND vs AFG LIVE : મેચનો કટ ઓફ ટાઇમ સાંજે 6.32 કલાક સુધી
ધર્મશાળામાં હજુ વરસાદ ચાલું છે. મેચનો કટ ઓફ ટાઇમ સાંજે 6.32 કલાકનો છે. એટલે કે 20-20 ઓવરની મેચની સંભાવના આ સમય સુધી છે. જો કટ ઓફ ટાઇમ પહેલા ટોસ નહીં થાય તો આ મેચ રદ કરવામાં આવશે.
-
Jun 13, 2026 14:09 IST
IND vs AFG LIVE : ધર્મશાળામાં વરસાદ હજુ ચાલુ
ધર્મશાળામાં હજુ મોસમ ક્લિન થયું નથી. વરસાદ વરસી રહ્યો છે અને વાદળો પણ છે. ગ્રાઉન્ડ સ્ટાફે મેદાનના અન્ય ભાગમાં પણ કવર્સ ઢાંકવાનું શરુ કર્યું છે.
-
Jun 13, 2026 13:04 IST
IND vs AFG LIVE : વરસાદના કારણે ટોસમાં વિલંબ
પ્રથમ વન ડેમાં વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો છે.
🚨 Replace from Dharamshala 🚨
Toss for the 1️⃣st #INDvAFG ODI has been delayed because of rain.
Keep tuned for extra updates ▶️ https://t.co/lCuohEZYAl#TeamIndia | @IDFCFIRSTBankpic.twitter.com/cMPZs6Kj8r
— BCCI (@BCCI) June 13, 2026
-
Jun 13, 2026 12:58 IST
IND vs AFG LIVE : રોહિત શર્મા પર નજર રહેશે
આ મેચમાં બધાની નજર રોહિત શર્મા પર રહેશે. વિરાટ કોહલી વિના ઉતરનાર ટીમ ઈન્ડિયામાં નંબર 3 પર કોણ રમશે તે જોવું પણ રસપ્રદ રહેશે. ઈશાન કિશન કે યશસ્વી જયસ્વાલમાંથી કોઈ એકને તક મળી શકે છે. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં નીતિશ કુમાર રેડ્ડીને ઓલરાઉન્ડર તરીકે સામેલ કરવામાં આવે તેવી અપેક્ષા છે. આ મેચમાં પ્રિન્સ યાદવને ડેબ્યૂ કરવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
-
Jun 13, 2026 12:58 IST
IND vs AFG LIVE : આજે ભારત વિ અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ વન ડે
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજથી 3 મેચની વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે. ત્રણ મેચની શ્રેણીની પહેલી ODI ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં વરસાદનો ખતરો છે.
