‘રાઇઝ એન્ડ ફોલ 2’માં મોટો ફેરફાર, વીરેન્દ્ર સેહવાગ અશનીર ગ્રોવરને રિપ્લેશ કરશે

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Rise And Fall 2 : રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’ ની બીજી સિઝન શરૂ થવા જઇ રહી છે. પરંતુ આ વખતે શોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ વખતે શો નો હોસ્ટ અશનીર ગ્રોવર નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ વિસ્ફોટક ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ હશે.

ક્રિકેટના મેદાન પર પોતાની નીડર અંદાજ અને મનોરંજક રમૂજ માટે જાણીતો સેહવાગ હવે પહેલી વખત કોઈ રિયાલિટી શો હોસ્ટ કરવા જઈ રહ્યો છે. શો નો પ્રોમો સામે આવ્યો છે અને વીરેન્દ્ર સહેવાગને શોના હોસ્ટ તરીકે બતાવવામાં આવ્યો છે.

પ્રોમો શેર કરવામાં આવ્યો

આ પ્રોમો એમએક્સ પ્લેયરના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘હવે સ્પર્ધકોની ફિલ્ડિંગ સેટ કરશે’રાઇઝ એન્ડ ફોલ’ ના નવા હોસ્ટ વીરેન્દ્ર સેહવાગ . #RiseAndFallS2 જલ્દી આવી રહ્યું છે. તેને પ્રાઇમ વીડિયો પર મફતમાં જુઓ. 

શોમાં કોઈ પણ સ્પર્ધકનું સ્થાન કન્ફર્મ કરવામાં આવશે નહીં. ગેમ દરમિયાન કોઈપણ સમયે તાકાત એકથી બીજાના હાથમાં જઇ શકે છે. સ્પર્ધકનો એક નિર્ણય પણ આખી રમત બદલી શકે છે.

શોમાં કુલ 15 સેલિબ્રિટી સ્પર્ધકો જોવા મળશે

આ શોમાં કુલ 15 સેલિબ્રિટી સ્પર્ધકો જોવા મળશે. તેમને બે ગ્રુપ રુલર્સ અને વર્કસમાં વહેંચવામાં આવશે. રુલર્સ પેન્ટહાઉસમાં રહેશે અને તેમને વિશેષ સુવિધાઓ મળશે, જ્યારે વર્કસે બેઝમેન્ટમાં રહેવું પડશે. પરંતુ તેમની ગેમ અને પોઝિશન કોઈપણ સમયે બદલાઈ શકે છે.

વિરેન્દ્ર સેહવાગે શું કહ્યું 

‘રાઇઝ એન્ડ ફોલ 2’ની યજમાની પર વિરેન્દ્ર સેહવાગે કહ્યું કે ક્રિકેટે તેમને શીખવ્યું છે કે છેલ્લા બોલ સુધી કંઈપણ નક્કી થતું નથી. તેમના જણાવ્યા અનુસાર, આ શોની દરેક ક્ષણ ગેમને બદલી શકે છે.

સેહવાગે કહ્યું કે આ શોની સૌથી રસપ્રદ વાત એ છે કે તેમાં કોઈની જીત પાક્કી નથી અને સ્પર્ધકની જગ્યા પણ નક્કી નથી. તેના મતે ખરો પડકાર માત્ર ટોચ પર પહોંચવાનો નથી, પરંતુ ટોચ પર બની રહેવાનો છે.

સેહવાગે કહ્યું કે સ્પર્ધકોએ એ સમજવું પડશે કે ક્યારે હુમલો કરવાનો છે અને ક્યારે બચાવ કરવાનો છે અને ક્યારે ગેમની ચાલને પહેલાથી સમજી લેવાની છે. પૈસા, રણનીતિ અને બદલાતા સંબંધો આ ગેમને વધુ રસપ્રદ બનાવશે. સેહવાગે એમ પણ કહ્યું હતું કે તે સ્પર્ધકોને જોખમ લેતા, ગઠબંધન બનાવતા અને ગેમ દરમિયાન તેમનો અસલી અંદાજ દેખાડવા તે જોવા ઉત્સાહિત છું.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *