ફ્રાન્સમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે, દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે

ફ્રાન્સમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે, દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


G7 summit : પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્રાન્સમાં આયોજિત G7 સમિટ દરમિયાન મુલાકાત કરશે. આ બેઠક દરમિયાન બંને દેશોના નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. અમેરિકી રાષ્ટ્રપતિના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસે આ જાણકારી આપી છે.

વ્હાઇટ હાઇસે પૃષ્ટી કરી છે કે પીએમ મોદી અને ટ્રમ્પ 17 જૂને ફ્રાન્સમાં G7 શિખર સંમેલન દરમિયાન દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને રાષ્ટ્રાધ્યક્ષોની આ મુલાકાત ફેબ્રુઆરી 2025 પછી પ્રથમ વખત છે, જ્યાં સામ-સામે વાતચીત થશે. આ પહેલા ફેબ્રુઆરી 2025માં વડાપ્રધાન મોદીએ નવેમ્બર 2024ની યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી.

હાલ બન્ને દેશો વચ્ચે સંબંધો તણાવમાં

આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ઓમાનના દરિયાકાંઠે ભારતીય ખલાસીઓને લઈ જઈ રહેલા અનેક ઓઈલ ટેન્કરો પર અમેરિકાના હુમલાને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો તણાવમાં છે. આવો જ એક હુમલા પલાઉ ફ્લેગવાળા ટેન્કર ‘સેટેબેલો’ પર થયો હતો. જેમાં સવાર 3 ભારતીય નાવિકોના મોત થયા હતા.

જયશંકરે નાગરિકોના મોતનો સખત વિરોધ કર્યો

વિદેશ મંત્રી જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથેની વાતચીત દરમિયાન ઓમાનના દરિયાકાંઠે અમેરિકી હુમલામાં ભારતીય નાગરિકોના મોતનો સખત વિરોધ કર્યો હતો. વાતચીત બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે વ્યાપારી જહાજો વિરુદ્ધ અમેરિકાની કાર્યવાહીને ખોટી ગણાવી હતી. જયશંકરે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે આજે સાંજે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિઓ સાથે વાત કરી, મેં અખાતમાં અમેરિકી દળો દ્વારા કરવામાં આવેલા હુમલા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો, જેમાં ત્રણ ભારતીય નાગરિકો માર્યા ગયા હતા. વ્યાપારી જહાજો સામે આવી ઘાતક કાર્યવાહી વાજબી નથી. 

શુક્રવારે ભારતે આ હુમલાના સંબંધમાં આ અઠવાડિયે બીજી વખત નવી દિલ્હીમાં સૌથી વરિષ્ઠ અમેરિકી રાજદ્વારીને બોલાવ્યા હતા.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *