ઘરમાં કીડીઓનો ત્રાસ વધી ગયો છે, રસોડાની આ એક વસ્તુથી કરો દૂર

ઘરમાં કીડીઓનો ત્રાસ વધી ગયો છે, રસોડાની આ એક વસ્તુથી કરો દૂર

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


eliminate ants : ઉનાળાની ગરમીમાં લાલ કીડીઓ ઘણી જોવા મળે છે. થોડુંક ખાવાનું કે પીવાનું ઢોળાય કે તરત જ સેંકડો કીડીઓ ભેગી થઈ જાય છે. આ કીડીઓ દ્વારા ચટકા ભરવાનો પણ ભય રહે છે. તેથી ઘરમાં સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વચ્છતાની સાથે આ કીડીઓને ભગાડવા માટે ઉપાય કરવા પણ જરૂરી છે. 

જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો બજારમાં ઉપલબ્ધ ઝેરી ઉત્પાદનો લાવવા ખતરનાક બની શકે છે. આવી સ્થિતિમાં એવા ઘરગથ્થુ ઉપાયો અજમાવો જે સ્વાસ્થ્ય માટે સલામત હોય અને મિનિટોમાં કીડીઓને ભગાડી દે. જેમાં લસણ કીડીઓને ભગાડવાનો ખૂબ જ અસરકારક રસ્તો છે. જો તમારા ઘરમાં મીઠાઈ કે ખાદ્ય પદાર્થો પડ્યા પછી કીડીઓ આવવા લાગે તો લસણની એક કળી તમારું કામ સરળ બનાવી દેશે.

લસણની કળી મિનિટોમાં કીડીઓને ભગાડી દેશે

જો તમારા ઘરમાં લસણ હોય તો કીડીઓ ક્યારેય ઘરમાં ટકશે નહીં. સૌથી અગત્યનું તમારે કીડીઓને મારવાની પણ જરૂર રહેશે નહીં. તે બધી એક જ વારમાં ભાગી જશે.

જ્યાં પણ લાલ કીડીઓ વધારે માત્રામાં જોવા મળી રહી છે. તો તમે એક કળી લસણ લો. તેને છોલીને વચ્ચેથી કાપી લો. જે પછી લસણનો રસ નીકળશે.

હવે જ્યાં કીડીઓનો ધસારો હોય છે ત્યાં કાપેલા લસણની કળીનો ઉપયોગ કરીને રસ કાઢી એક લાઇન દોરી લો. આનો અર્થ એ થાય કે બધી કીડીઓને એક ઘેરામાં કેદ કરી લો.

લસણની લાઇન દોરતાની સાથે જ કીડીઓ ગભરાઈ જશે અને બધી ભાગવા લાગશે. બાકી રહેલું લસણ કીડીઓના ધસારો હોય તે વિસ્તારની મધ્યમાં મૂકો.

કીડીઓને લસણની તીવ્ર ગંધ ગમતી નથી અને તેઓ થોડીવારમાં તે જગ્યા પરથી ભાગી જશે.

લસણનો સ્પ્રે બનાવી રાખો

જો કીડીઓ વારંવાર તમારા ઘરમાં આવી જાય છે તો આ લસણનો સ્પ્રે ખૂબ ઉપયોગી થશે. લસણની વિશિષ્ટ ગંધ કીડીઓની રસ્તો શોધવાની ક્ષમતાને ખતમ કરી શકે છે. જેના કારણે તે એક સ્થાને ભેગી થઇ શકશે નહીં.

લસણનો સ્પ્રે બનાવવા માટે લસણની 8 થી 10 કળી લો અને તેની પીસી લો. ત્યારબાદ એક લીટર પાણીમાં નાખીને ઉકાળી લો. તેનાથી લસણના બધા તત્વો પાણીમાં આવી જશે. આ પાણીને ગાળીને એક સ્પ્રે બોટલમાં ભરી લો.

જ્યાં વારંવાર કીડીઓ લાગે છે ત્યાં તે સ્પ્રેનો છંટકાવ કરી દો.

રોજ કિચનના કિનારી પર સફાઇ કર્યા પછી સ્પ્રે કરી દો. તેની ગંધથી કીડીઓ આવવાનું બંધ થઇ જશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *