પીએમ મોદીને ઝાલમુડી ખવડાવનાર દુકાનદારને મળી ધમકી, પાકિસ્તાન-બાંગ્લાદેશથી આવ્યા ધમકીભર્યા ફોન

પીએમ મોદીને ઝાલમુડી ખવડાવનાર દુકાનદારને મળી ધમકી, પાકિસ્તાન-બાંગ્લાદેશથી આવ્યા ધમકીભર્યા ફોન

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


West Bengal: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે દુકાનમાંથી ઝાલમુડી ખરીદી હતી તેના માલિકને પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઝારગ્રામમાં ઝાલમુડી વેચતા વિક્રમ સાઓએ ન્યૂઝ એજન્સી IANS ને જણાવ્યું હતું કે તેને પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે.

દુકાન પર બે સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા

વિક્રમ સાઓએ જણાવ્યું હતું કે પોલીસ વહીવટીતંત્રને જાણ કર્યા બાદ તેમની દુકાન પર બે સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. વિક્રમ સાઓએ IANS ને જણાવ્યું હતું કે પાકિસ્તાનથી એક વીડિયો કોલ આવ્યો હતો, જેમાં એક જૂથે તેને વિવિધ પ્રકારના હથિયારો બતાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ તેને બોમ્બથી ઉડાવી દેશે. તેણે કહ્યું કે આ પછી તે ડરી ગયો હતો અને ફોન મૂકી દીધો હતો.

ઝાલમુડી વિક્રેતા વિક્રમ સાઓએ જણાવ્યું હતું કે તેને બાંગ્લાદેશથી બીજો ફોન આવ્યો હતો. આ કોલમાં તેને પહેલા ‘સલામ વાલેકુમ’ કહેવામાં આવ્યું અને પછી કહેવામાં આવ્યું હતું કે તે તેને બોમ્બથી ઉડાવી દેશે. તેણે કહ્યું કે એક વોટ્સએપ મેસેજમાં તેને કહેવામાં આવ્યું હતું કે તારી દુકાન અમારા ટાર્ગેટ પર છે, અમે તેને બોમ્બથી ઉડાવી દઈશું. 

પીએમ દુકાને આવ્યા હતા તે કારણે મળી ધમકી

વિક્રમ સાઓએ દાવો કર્યો હતો કે ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી ઝાલમુડી ખરીદવા તેમની દુકાન પર આવ્યા હતા, જેના કારણે તેને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેણે કહ્યું કે ડરના કારણે હવે તે અજાણ્યા મોબાઇલ નંબરો પરથી કોલ રિસીવ કરતો નથી. તેણે કહ્યું કે ધમકીભર્યો કોલ મળ્યા બાદ તે ખૂબ જ ડરી ગયો હતો. વિક્રમ સાઓએ કહ્યું કે હું ઘણો ટેન્શનમાં છું. રાત્રે સાયકલ પર ઘરે જતા ડર લાગે છે કે કોઈ કંઈક કરી ના નાખે. હું એકલો છું, ઘર સંસાર ચલાવી રહ્યો છું.

વડા પ્રધાને ઝાલમુડીમાં મીઠું નખાવ્યું ન હતું

19 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન  એક નાનકડી દુકાન પર રોકાઇ ગયા હતા. દુકાન પર પહોંચ્યા બાદ પીએમ મોદીએ દુકાનદારને પૂછ્યું કે, ભાઈ, ઝાલમુડી ખવડાવો, કેટલાની છે?  ઝાલમુડી સારી રીતે બનાવી દો.

દુકાનદારને જ્યારે પૂછ્યું કે શું તેને બનાવવામાં તમામ સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે મીઠું સિવાય બધું જ નાખો. જેને તે સ્વાસ્થ્યના કારણોસર લેતા નથી.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *