
IPL 2026માં રમાયેલી RCB અને SRH વચ્ચેની મેચમાં એક મહત્વની ભૂલ બેંગલુરુની ટીમને ભારે પડી હતી. મેચની છઠ્ઠી ઓવરમાં Rasikh Salam Dar બોલિંગ કરી રહ્યો હતો ત્યારે SRHના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માનો સરળ કેચ હાથમાંથી છૂટી ગયો. તે સમયે અભિષેક માત્ર 25 રન પર રમતો હતો અને RCBને મોટી તક મળી હતી. 1 / 6

છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર અભિષેક શર્માએ જોરદાર શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ હવામાં ગયો અને ફીલ્ડર અય્યર પાસે કેચનો મોકો આવ્યો.
2 / 6

જોકે, દબાણભરી ક્ષણમાં અય્યર આ કેચ પકડી શક્યો નહીં અને અભિષેકને જીવનદાન મળી ગયું. આ એક ક્ષણ મેચનું ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.
3 / 6

કેચ છૂટ્યા બાદ અભિષેક શર્માએ વધુ આક્રમક અંદાજમાં બેટિંગ શરૂ કરી. તેણે RCBના બોલરો પર સતત પ્રહાર કરતા માત્ર 22 બોલમાં 56 રનની ધમાકેદાર ઇનિંગ રમી. તેની આ ઇનિંગમાં અનેક ચોગ્ગા અને છગ્ગાનો સમાવેશ હતો, જેના કારણે SRHનું સ્કોર ઝડપથી આગળ વધ્યું.
4 / 6

RCB માટે આ ડ્રોપ કેચ ખૂબ મોંઘો સાબિત થયો. જ્યારે અભિષેકનો કેચ છોડાયો ત્યારે તે 25 રન પર હતો, પરંતુ ત્યારબાદ તેણે વધુ 31 રન ઉમેર્યા. એટલે કે, એક જ ભૂલના કારણે બેંગલુરુની ટીમને સીધો 31 રનનો ફટકો પડ્યો. IPL જેવી મોટી ટૂર્નામેન્ટમાં આવી નાની ભૂલો પણ મેચનું પરિણામ બદલવાની તાકાત રાખે છે.
5 / 6

ક્રિકેટમાં ઘણીવાર કહેવામાં આવે છે કે “કેચ જીતાડે મેચ”, અને આ મુકાબલામાં તે વાત ફરી સાચી સાબિત થઈ. અભિષેક શર્માને મળેલું જીવનદાન SRH માટે ફાયદાકારક બન્યું, જ્યારે RCB માટે આ ક્ષણ આખી મેચમાં ભારે પડી ગઈ.(All Picture – PTI)
6 / 6
ગુજરાતની ટીમનો કેપ્ટન સારા સારા ક્રિકેટના ધુરંધરો પર પડ્યો ભારે, શુભમન ગિલ બન્યો નંબર 1 IPL કેપ્ટન
