Madhuri Dixit Birthday: બોલિવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત આજે 59મો જન્મદિવસ ઉજવી રહી છે. માધુરી દીક્ષિતનો જન્મ 15 મે, 1967ના રોજ મુંબઇ મહારાષ્ટ્રમાં થયો હતો. 80 અને 90ના દાયકામાં બોલિવૂડ બોક્સ ઓફિસ પર સૌથી વધુ રાજ કરનારી કોઈ અભિનેત્રી હોય તો તે માધુરી દીક્ષિત હતી. આજે પણ લોકો તેની સુંદરતાના ચાહક છે. આ પ્રસંગે ચાલો તેની ફિલ્મી કારકિર્દી પર નજર કરીએ.
આકર્ષક સ્મિત, ડાન્સ અને શાનદાર અભિનયના આધારે માધુરીએ એ સ્ટારડમ હાંસલ કર્યું હતું જે એ સમયની કોઈ પણ અભિનેત્રી માટે સરળ નહોતું. પરંતુ ફિલ્મ ‘તેઝાબ’ થી નસીબ ચમક્યું, અને ‘એક દો તીન’ ગીતે માધુરી દિક્ષિતને રાતોરાત સ્ટાર બનાવી દીધી.
1984માં અબોધ ફિલ્મથી ડેબ્યુ કરનારી માધુરી દીક્ષિતને શરૂઆતના દિવસોમાં એક પછી એક ફ્લોપનો સામનો કરવો પડ્યો હતો. ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી અને ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી શકી ન હતી. આવા સમયે ડાયરેક્ટર એન ચંદ્રાની ફિલ્મ ‘તેઝાબ’ તેની ફિલ્મ કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી.
1988માં રિલીઝ થયેલી તેઝાબ બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી હતી અને માધુરી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. જો કે આ ફિલ્મ હિટ નીવડી હતી, પરંતુ સૌથી વધુ ચર્ચિત ગીત “એક દો તીન” ગીત હતું. આ ગીતમાં માધુરીની એનર્જી, એક્સપ્રેશન અને ડાન્સ મૂવ્સે દર્શકોને પાગલ બનાવી દીધા હતા.
આ ગીતની કોરિયોગ્રાફી પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાને કરી હતી અને ગીત અલકા યાજ્ઞિકે ગાયું હતું. માધુરીએ પોતે જણાવ્યું હતું કે તેણે આ ગીત માટે લગભગ 15-16 દિવસ સુધી સતત રિહર્સલ કર્યું હતું.
“એક દો ટીન” માત્ર એક ગીત જ ન હતું, પરંતુ તે પોપ સંસ્કૃતિનો એક ભાગ બની ગયો હતો. અહેવાલો અનુસાર, થિયેટરોમાં લોકો આ ગીત દરમિયાન સ્ક્રીન પર પૈસા ફેંકી દેતા હતા અને ઘણી જગ્યાએ દર્શકો ફિલ્મ રોકી દેતા અને ગીત ફરીથી વગાડવાની માંગ કરતા હતા. આ પછી લોકો માધુરીને ફિલ્મના પાત્ર ‘મોહિની’ નામે ઓળખવા લાગ્યા હતા.
આ ગીતની સફળતાએ માધુરીને બોલિવુડની નવી ડાન્સિંગ ક્વીન બનાવી દીધી હતી. તે પછી, તેણે ક્યારેય પાછું વળીને જોયું નહીં. 90ના દાયકામાં તેણે દિલ, સાજન, બેટા, ખલનાયક, હમ આપકે હૈ કૌન, રાજા અને દિલ તો પાગલ હૈ જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો દ્વારા સતત બોક્સ ઓફિસ પર રાજ કર્યું હતું.
તે યુગમાં માધુરીનું સ્ટારડમ એટલું મોટું હતું કે ઘણી ફિલ્મોમાં હીરો કરતાં તેની વધુ ચર્ચા થતી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેણીને “બોક્સ ઓફિસ ક્વીન” કહેવા લાગ્યા. હમ આપકે હૈ કૌન અને દિલ તો પાગલ હૈ જેવી ફિલ્મોએ તેની લોકપ્રિયતાને નવી ઊંચાઈએ પહોંચાડી દીધી આપી હતી અને તે 90 ના દાયકાની સૌથી મોટી મહિલા સુપરસ્ટાર બની હતી.
આ પણ વાંચો | ગોલમાલ 5 મૂવીમાં 20 વર્ષ જુનો કોમેડી સીન રિક્રિયેટ કરાયો, રોહિત શેટ્ટી ફરી દર્શકોને હસાવશે
આજે પણ ‘એક દો તીન’ બોલિવૂડના સૌથી આઇકોનિક ડાન્સ નંબરોમાં ગણાય છે. આ તે ગીત હતું જેણે માધુરી દીક્ષિતને સ્ટ્રગલ એક્ટ્રેસ માંથી સુપરસ્ટાર બનાવી હતી અને તેને હિન્દી સિનેમાની સૌથી મોટો ડાન્સિંગ આઈકન બનવી હતી.
