અમૂલે સમગ્ર ભારતમાં દૂધના ભાવમાં વધારો કર્યો છે. ગુરુવારથી અમુલ દૂધ દેશભરમાં પ્રતિ લિટર બે રૂપિયા વધુ મોંઘુ થશે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ વધતા ખર્ચને કારણે તેના અમુલ-બ્રાન્ડેડ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા અમુલે છેલ્લે 1 મે, 2025 ના રોજ દૂધના ભાવમાં વધારો કર્યો હતો.
એક જાહેર નિવેદનમાં GCMMF એ જાહેરાત કરી હતી કે, 14 મેથી દેશભરમાં વિવિધ અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2 નો વધારો કરવામાં આવી રહ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, ભાવમાં વધારો આશરે 2.5% થી 3.5% જેટલો છે. આ વધારો ખાદ્ય ચીજોના સામાન્ય ફુગાવાના દર કરતા ઓછો છે.
અમુલે જણાવ્યું કે તેણે પશુઓના ચારા, દૂધ પેકેજિંગ અને બળતણ સાથે સંકળાયેલા વધતા ખર્ચને કારણે આ નિર્ણય લીધો છે. અમુલે એ પણ નોંધ્યું કે તે દૂધ સપ્લાય કરનારા ડેરી ખેડૂતોને ઊંચા દર ચૂકવી રહ્યું છે. કંપનીએ ખેડૂતો માટે પ્રતિ કિલોગ્રામ ફેટના ખરીદ ભાવમાં ₹30 નો વધારો કર્યો છે જેથી તેઓને વધુ સારું વળતર મળે.
અમૂલના કયાં દૂધમાં કેટલો વધારો કરાયો
| વેરિઅન્ટ | પેક (Pack Measurement) | હાલની MRP | વધારો (Enhance ₹) | નવી MRP |
| અમૂલ તાઝા | 500 ML | 28 | 1 | 29 |
| અમૂલ તાઝા | 1 L | 55 | 2 | 57 |
| અમૂલ શક્તિ | 500 ML | 31 | 1 | 32 |
| અમૂલ શક્તિ | 1 L | 62 | 2 | 64 |
| અમૂલ ગોલ્ડ | 500 ML | 34 | 1 | 35 |
| અમૂલ ગોલ્ડ | 1 L | 68 | 2 | 70 |
| ટી સ્પેશિયલ | 1 L | 63 | 3 | 66 |
| ગાયનું દૂધ | 500 ML | 29 | 1 | 30 |
| ભેંસનું દૂધ (Buffalo Milk) | 500 ML | 37 | 2 | 39 |
