IPL 2026, RR vs GT LIVE : આઈપીએલ 2026, રાશિદ ખાનનો તરખાટ

IPL 2026, RR vs GT LIVE : આઈપીએલ 2026, રાશિદ ખાનનો તરખાટ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 Rajasthan Royals vs Gujarat Titans, RR vs GT LIVE Rating: આઈપીએલ 2026ની 52મી મેચમાં ગુજરાત ટાઇટન્સે આપેલા 230 રનના પડકાર સામે રાજસ્થાન રોયલ્સે 14 ઓવરમાં 7 વિકેટે 137 રન બનાવી લીધા છે.  આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, ડોનોવાન ફેરેરિયા, રવિન્દ્ર જાડેજા, શુભમ દુબે, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, બ્રિજેશ શર્મા, તુષાર દેશપાંડે, યશ પુંજા.

ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), બી સાઈ સુદર્શન, જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસોન હોલ્ડર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, અર્શદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ.

  • Might 09, 2026 23:06 IST

    RR vs GT LIVE : શનાકા 11 રને આઉટ

    જોફ્રા આર્ચર 6 બોલમાં 1 ફોર સાથે 5 રને, શનાકા 11 બોલમાં 2 ફોર સાથે 16 રને અને તુષાર દેશપાંડે 3 બોલમાં 1 રને હોલ્ડરનો શિકાર બન્યા.

  • Might 09, 2026 22:50 IST

    RR vs GT LIVE : રવિન્દ્ર જાડેજા 38 રને આઉટ

    શુભમ દુબે 14 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે  15 રને રાશિદ ખાનની ઓવરમાં બોલ્ડ થયો. રવિન્દ્ર જાડેજા 25 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 38 રને રાશિદની ઓવરમાં એલબી આઉટ થયો. રાજસ્થાને 137 રને સાતમી વિકેટ ગુમાવી.

  • Might 09, 2026 22:24 IST

    RR vs GT LIVE : રાશિદ ખાને એક ઓવરમાં બે વિકેટ ઝડપી

    ધ્રુવ જુરેલ 10 બોલમાં 1 ફોર અને 3 સિક્સર સાથે 24 રને અને ડોનોવાન ફેરેરિયા 2 બોલમાં 1 ફોર સાથે 4 રને રાશિદ ખાનનો શિકાર બન્યા. રાશિદે એક ઓવરમાં 2 વિકેટ ઝડપી. રાજસ્થાને 91 રને પાંચમી વિકેટ ગુમાવી.

  • Might 09, 2026 22:14 IST

    RR vs GT LIVE : રબાડાનો તરખાટ

    યશસ્વી જયસ્વાલ 4 બોલમાં 3 રને રબાડાની ઓવરમાં કેચ આઉટ થયો.  જ્યારે શિમરોન હેટમાયર 7 બોલમાં 1 ફોર સાથે 6 રને રબાડાનો બીજો શિકાર બન્યો.

  • Might 09, 2026 21:53 IST

    RR vs GT LIVE : વૈભવ સૂર્યવંશી 36 રને આઉટ

    વૈભવ સૂર્યવંશી 16 બોલમાં 3 ફોર અને 3 સિક્સર સાથે 36 રન બનાવી સિરાજની ઓવરમાં કેચ આઉટ થયો. રાજસ્થાને 38 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Might 09, 2026 21:23 IST

    RR vs GT LIVE : રાજસ્થાન રોયલ્સને 230 રનનો પડકાર

    આઈપીએલ 2026ની 52મી મેચમાં ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 4 વિકેટે 229 રન બનાવી લીધા છે.  રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 230 રનનો પડકાર મળ્યો છે.  આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. વોશિંગ્ટન સુંદરના 20 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 37 રન.

  • Might 09, 2026 21:12 IST

    RR vs GT LIVE : જેસોન હોલ્ડર 7 રને આઉટ

    જેસોન હોલ્ડર 7 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી બ્રિજેશ શર્માનો શિકાર બન્યો. ગુજરાતે 205 રને ચોથી વિકેટ ગુમાવી. ટીમે 17.1 ઓવરમાં 200 રન પુરા કર્યા હતા.

  • Might 09, 2026 21:04 IST

    RR vs GT LIVE : શુભમન ગિલ 84 રને આઉટ

    શુભમન ગિલ 44 બોલમાં 9 ફોર અને 3 સિક્સર સાથે 84 રન બનાવી બ્રિજેશ શર્માની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 185 રને ત્રીજી વિકેટ ગુમાવી.

  • Might 09, 2026 20:50 IST

    RR vs GT LIVE : બટલર 13 રને આઉટ

    જોશ બટલર 10 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 13 રન બનાવી જાડેજાની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 150 રને બીજી વિકેટ ગુમાવી.

  • Might 09, 2026 20:38 IST

    RR vs GT LIVE : શુભમન ગિલની અડધી સદી

    શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કરતા 30 બોલમાં 6 ફોર અને 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

  • Might 09, 2026 20:37 IST

    RR vs GT LIVE : સાંઇ સુદર્શન 55 રને આઉટ

    સાંઇ સુદર્શન 36 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 55 રન બનાવી યશ પુંજાની ઓવરમાં કેચ આઉટ થયો. ગુજરાતે 118 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Might 09, 2026 19:33 IST

    RR vs GT LIVE : રિયાન પરાગને બદલે જયસ્વાલ કેપ્ટન

    આ મેચમાં રિયાન પરાગના સ્થાને રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશિપ યશસ્વી જયસ્વાલ કરી રહ્યો છે. પરાગ ઇજાને કારણે આ મેચ રમી રહ્યો નથી.

  • Might 09, 2026 19:20 IST

    RR vs GT LIVE : ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન

    શુભમન ગિલ (કેપ્ટન), બી સાઈ સુદર્શન, જોસ બટલર, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસોન હોલ્ડર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, અર્શદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ.

  • Might 09, 2026 19:20 IST

    RR vs GT LIVE : રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન

    યશસ્વી જયસ્વાલ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, ડોનોવાન ફેરેરિયા, રવિન્દ્ર જાડેજા, શુભમ દુબે, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, બ્રિજેશ શર્મા, તુષાર દેશપાંડે, યશ પુંજા.

  • Might 09, 2026 19:05 IST

    RR vs GT LIVE : રાજસ્થાને ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    આઈપીએલ 2026ની 52મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન યશસ્વી જયસ્વાલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

  • Might 09, 2026 18:46 IST

    RR vs GT LIVE : પ્લેઓફની નજીક પહોંચવા માટે બંને ટીમો માટે જીત મહત્વપૂર્ણ

    પ્લેઓફની નજીક પહોંચવા માટે આ મેચમાં જીત બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બંને ટીમોના હાલમાં 12-12 પોઈન્ટ છે, જેમાં રાજસ્થાન ચોથા સ્થાને છે, જ્યારે ગુજરાત પાંચમા સ્થાને છે. જો રાજસ્થાનની ટીમ જીતશે તો તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચાડી શકે છે, જ્યારે ગુજરાતને જીત મળશે તો તેને બીજા સ્થાને પહોંચાડી શકે છે.

  • Might 09, 2026 18:14 IST

    RR vs GT LIVE : આજે રાજસ્થાન વિ ગુજરાત વચ્ચે મેચ

    આઈપીએલ 2026ની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *