IPL 2026 Delhi Capitals vs Mumbai Indians Scorecard, DC vs MI Rating: ઇમ્પેક્ટ પ્લેયર સમીર રિઝવીના 51 બોલમાં આક્રમક 90 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 18.1 ઓવરમાં 4 વિકેટે પડકાર મેળવી લીધો હતો. દિલ્હીએ સતત બીજો વિજય મેળવ્યો છે. જ્યારે મુંબઇનો પ્રથમ પરાજય થયો છે.
દિલ્હી કેપિટલ્સ ઇનિંગ્સ
-ડેવિડ મિલરના અણનમ 18 અને સ્ટ્રબ્સના અણનમ 3 રન.
-સમીર રિઝવી 51 બોલમાં 7 ફોર અને 7 સિક્સર સાથે 90 રને બોશની ઓવરમાં આઉટ થયો.
-સમીર રિઝવીએ 31 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-દિલ્હી કેપિટલ્સે 11.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-પથુમ નિસાંકા 30 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 44 રને સેન્ટનરની ઓવરમાં કેચ આઉટ.
-નીતિશ રાણા 3 બોલમાં ખાતું ખોલાયા વિના રન આઉટ થયો.
-કેએલ રાહુલ 3 બોલમાં 1 રને ચાહરની ઓવરમાં કેચ આઉટ થયો.
મુંબઈ ઇન્ડિયન્સ ઇનિંગ્સ
-દિલ્હી તરફથી મુકેશ કુમારે સૌથી વધારે 2 વિકેટ ઝડપી.
-મિચેલ સેન્ટનરના 13 બોલમાં અણનમ 18 અને કોર્બિન બોશના 4 બોલમાં અણનમ 11 રન.
-નમન ધીર 21 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 28 રને નટરાજનનો શિકાર બન્યો.
-સૂર્યકુમાર યાદવ 36 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 51 રને એનગિડીની ઓવરમાં એલબી આઉટ થયો.
-મુંબઈ ઇન્ડિયન્સે 14 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-શેરફેન રૂધરફોર્ડ 7 બોલમાં 1 ફોર સાથે 5 રને વિપરાજ નિગમનો શિકાર બન્યો.
-રોહિત શર્મા 26 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 35 રને અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ થયો.
-તિલક વર્મા 2 બોલમાં ખાતું ખોલાયા વિના મુકેશ કુમારનો બીજો શિકાર બન્યો.
-રેયાન રિકલ્ટન 11 બોલમાં 2 ફોર સાથે 9 રને મુકેશ કુમારની ઓવરમાં કેચ આઉટ થયો.
-હાર્દિક પંડ્યા બીમાર હોવાથી આજની મેચમાં રમી રહ્યો નથી. જેના સ્થાને સૂર્યકુમાર યાદવ કેપ્ટનશિપ કરી રહ્યો છે.
-દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આઈપીએલ 2026, અમદાવાદમાં ગુજરાત વિ રાજસ્થાન મેચ અપડેટ્સ
બન્ને ટીમો આ પ્રમાણે છે
દિલ્હી કેપિટલ્સ : કેએલ રાહુલ, પથુમ નિસાંકા, નીતિશ રાણા, વિપરાજ નિગમ, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, લુંગી એનગિડી, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુકેશ કુમાર.
મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, રેયાન રિકલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શેરફેન રૂધરફોર્ડ, નમન ધીર, મિચેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, કોર્બિન બોશ, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ
