‘તમારા વિના નહીં રહી શકું’:કાયમ આવું કહેતી પત્ની હવે પ્રેમી સાથે હોટલમાંથી પકડાઈ, પતિએ ખુદ પકડી પાડી

‘તમારા વિના નહીં રહી શકું’:કાયમ આવું કહેતી પત્ની હવે પ્રેમી સાથે હોટલમાંથી પકડાઈ, પતિએ ખુદ પકડી પાડી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

અલીગઢના ક્વાર્સી વિસ્તારમાં સોમવારે આકાશ કુમારે પોતાની પત્ની મહિમાને તેના પ્રેમી મૃદુલ સાથે એક હોટલમાંથી રંગે હાથ પકડી પાડી.

News18
News18

ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક હોટલના રૂમ નંબર 302માં એક મહિલા પોતાના બોયફ્રેન્ડ સાથે પકડાઈ ગઈ. મહિલાને કોઈ બીજાએ નહીં પણ તેના પતિએ જ પકડી પાડી હતી. તેણે પોલીસને પણ બોલાવી લીધી, જેના કારણે હોટલમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. મીડિયા સાથે વાત કરતા પતિએ આપવીતી જણાવી.

પતિએ કહ્યું કે, સાડા 3 વર્ષ પહેલા મારા લવ મેરેજ થયા હતા. છોકરી ખુદ મારી પાછળ પડી હતી. કહેતી હતી કે, મારે તમારું થવું છે. હું તમારા વિના રહી શકીશ નહીં, પણ હવે તે પોતાના પ્રેમી મૃદુલ ઉર્ફ નિખિલ સાથે ફરી રહી છે. મેં તેને વાંધાજનક હાલતમાં હોટલમાંથી પકડી છે. મને ફસાવવા માટે દહેજનો કેસ પણ કરી દીધો છે. જ્યારે અમે તો પ્રેમ લગ્ન કર્યા છે, કોઈ લેવડદેવડ થઈ જ નથી.

આપને જણાવી દઈએ કે, અલીગઢના ક્વાર્સી વિસ્તારમાં સોમવારે આકાશ કુમારે પોતાની પત્ની મહિમાને તેના પ્રેમી મૃદુલ સાથે એક હોટલમાંથી રંગે હાથ પકડી પાડી. સાડા ત્રણ વર્ષ પહેલા પ્રેમ વિવાહ કરનારા આ કપલની વચ્ચે વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે આકાશને પત્નીના અફેરની ખબર પડી. નવેમ્બરથી તે પિયરમાં રહેતી મહિલા કાલે પોતાના પ્રેમી સાથે રામઘાટ રોડ પર આવેલી એક હોટલના રૂમ નંબર 302માં આવી હતી. પીછો કરી રહેલા પતિએ 112 નંબર ડાયલ કરી પોલીસને પણ સૂચના આપી હતી. જે બાદ બધાને પોલીસ ચોકીએ લઈ ગયા હતા.

પીછો કરતા પત્નીના કાંડ ખુલ્યા.

આકાશે જણાવ્યું કે તે પોતાની બહેનના સંબંધીના ત્યાં અલીગઢ આવ્યો હતો, ત્યારે તેણે પત્નીને મૃદુલ સાથે જોઈ. તે બંનેનો પીછો કરતા હોટલ સુધી પહોંચી ગયો. આકાશના જણાવ્યા અનુસાર, લગ્ન બાદથી મહિલા સતત મૃદુલ સાથે કોન્ટેક્ટમાં હતી. ના પાડે તો ઘરમાં ઝઘડા કરતી હતી અને ખોટી કસમ ખાતી હતી. હોટલના રૂમમાં પોલીસની હાજરીમાં બંનેને બહાર લઈ આવ્યા.

દહેજનો કેસ અને લવ મેરેજનું સત્ય.

નવાઈની વાત એ છે કે મહિલાએ પતિ પર 7 લાખ રૂપિયા અને ભારે ભરકમ દહેજનો ખોટો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી છે. આકાશનું કહેવું છે કે તેમને લવ મેરેજ થયા હતા અને મહિમાએ લગ્ન માટે પ્રેશર બનાવ્યું હતું. પતિનો આરોપ છે કે પત્ની તેને હંમેશા ડિપ્રેશનમાં રાખતી હતી અને અફેરની વાત ફગાવી દેતી હતી પણ હવેની ઘટનાએ તમામ સત્ય સામે લાવી દીધું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *