Right now Climate, Aaj Nu Havaman, આજનું હવામાન : ગુજરાતમાં બે દિવસથી ગરમીનો પારો સામાન્ય ઘટતાં કાળઝાર ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. એક તબક્કે 42 ડિગ્રી પહોંચેલું તાપમાન 40 ડિગ્રી નીચે ઉતર્યું છે. જેના પગલે લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો છે. જોકે, હજી પણ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે.
ગુજરાતમાં કચ્છ સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગે આજના દિવસે હીટવેવની આગાહી કરી છે. આઈએમડીએ સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલા ગરમીના આંકડા પ્રમાણે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીથી ઘટ્યું છે. મોટાભાગના શહેરોમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતુ.
ગુજરાતમા ક્યાં કેટલું તાપમાન નોંધાયું
| વિસ્તાર | મહત્તમ તાપમાન ડિગ્રીમાં |
| અમદાવાદ | 39.5 |
| ડીસા | 39.0 |
| ગાંધીનગર | 38.0 |
| વિદ્યાનગર | 38.7 |
| વડોદરા | 39.2 |
| સુરત | 39.3 |
| દમણ | 37.0 |
| ભુજ | 38.4 |
| નલિયા | 35.0 |
| કંડલા પોર્ટ | 36.8 |
| કંડલા એરપોર્ટ | 38.4 |
| અમરેલી | 38.9 |
| ભાવનગર | 38.2 |
| દ્વારકા | 29.4 |
| ઓખા | 31.3 |
| પોરબંદર | 36.7 |
| રાજકોટ | 39.8 |
| વેરાવળ | 31.1 |
| દીવ | 34.6 |
| સુરેન્દ્રનગર | 38.8 |
| મહુવા | 37.4 |
| કેશોદ | 38.6 |
દેશમાં કેવું રહેશે હવામાન
દેશભરમાં હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. શિયાળો સામાન્ય કરતાં 15 દિવસ વહેલો વિદાય લઈ રહ્યો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દેશભરના અન્ય રાજ્યોમાં ઉનાળો આવી ગયો છે. દેશના મોટાભાગના ભાગોમાં, માર્ચમાં તાપમાન એપ્રિલના શરૂઆતના મહિનાઓ જેટલું જ ગરમ હોય છે.
રાજસ્થાનમાં વરસાદની શક્યતા
રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે. રાજસ્થાનમાં પણ આવી જ હવામાન સ્થિતિ જોવા મળી રહી છે. ભેજવાળી ગરમીથી રાહત મેળવવા માટે લોકોએ પોતાના ઘરો અને ઓફિસોમાં પંખાનો ઉપયોગ શરૂ કરી દીધો છે. તેઓ ઠંડુ પાણી, ઠંડા પીણા, લસ્સી, શેરડીનો રસ વગેરે પણ પસંદ કરી રહ્યા છે. 14 માર્ચે રાજસ્થાનમાં હળવો વરસાદ, ગાજવીજ, વીજળી અને 30-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે.
