Final Up to date:
ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની પત્ની મંસૂરેહ ખોજાસ્તેહ જીવિત છે અને તેમના મોતના સમાચારો ખોટા છે.
ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની પત્ની મંસૂરેહ ખોજાસ્તેહના ઈઝરાયેલ-અમેરિકાના હુમલામાં ઘાયલ થયા બાદ મોતના સમાચાર સામે આવ્યા હતા. જો કે હવે આઈઆરજીસીના એક મુખપત્રે આ સમાચારોનું ખંડન કરી સૌને ચોંકાવી દીધા છે. આઈઆરજીસીના ફોર્સ ન્યૂઝે ગુરુવારે જણાવ્યું કે ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈની પત્ની મંસૂરેહ ખોજાસ્તેહ જીવિત છે અને તેમની હત્યાના સમાચારો ખોટા હતા.
આ રિપોર્ટ ત્યારે આવ્યો, જ્યારે દિવસમાં પહેલાં નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ પોતાના પહેલા નિવેદનમાં પોતાની માતાના મૃત્યુનો ઉલ્લેખ કર્યો નહીં, જેનાથી સવાલો ઉઠ્યા. ખામેનેઈની હત્યા બાદના દિવસોમાં કેટલાય સરકારી મીડિયા આઉટલેટ્સે સમાચારો આપ્યા હતા કે તેમની પત્નીની પણ હત્યા કરી નાખવામાં આવી છે.
હકીકતમાં ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની પત્ની મંસૂરેહ ખોજાસ્તેહ જીવિત છે અને તેમના મોતના સમાચારો ખોટા છે. આ જાણકારી ઈરાનના આઈઆરજીસી સાથે સંબદ્ધ ફાર્સ ન્યૂઝે ગુરુવારે આપી હતી. આ નિવેદન ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ દ્વારા ગુરુવારે પોતાના પહેલા નિવેદનમાં પોતાની માતાના મૃત્યુનો ઉલ્લેખ ન કર્યા બાદ આવ્યું છે.
ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ યુદ્ધની શરૂઆતમાં અમેરિકા અને ઈઝરાયેલ હુમલામાં માર્યા ગયા હતા. ત્યાર બાદના દિવસોમાં કેટલાય સમાચારોમાં દાવો કર્યો હતો કે તેમની પત્નીનું પણ આ હુમલામાં મોત થયું હતું.
મંસૂરેહ ખોજાસ્તેહનો જન્મ ઈરાનના એક ખૂબ જ ધાર્મિક અને રૂઢિવાદી પરિવારમાં થયો હતો. તેમના પિતા ઈરાનના એક જાણીતા ઉદ્યોગપતિ હતા. વર્ષ 1964માં તેમના લગ્ન અલી ખામેનેઈ સાથે થયા હતા. તે સમયે ખામેનેઈ એક યુવાન ધર્મગુરુ હતા. ખામેનેઈ અને મંસૂરેહને કુલ છ સંતાન છે. તેમાંથી ચાર દીકરા અને બે દીકરીઓ સામેલ છે. તેમના દીકરાઓના નામ મોજતબા, મુસ્તફા, મસૂદ અને મૈસમ છે. તેમની બંને દીકરીઓ બોશરા અને હોદા છે. તેમના દીકરા મોજતબા ખામેનેઈને ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.
Mar 12, 2026 11:10 PM IST

