લવ જેહાદ કે ઘરકંકાસ? હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા, બાદમાં જે થયું તે જાણીને ચોંકી જશો

લવ જેહાદ કે ઘરકંકાસ? હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા, બાદમાં જે થયું તે જાણીને ચોંકી જશો

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

વડોદરામાં એક હિન્દુ યુવતીએ વિધર્મી યુવક સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્ન બાદ તેને માનસિક અને શારીરિક આપવામાં આવ્યો જેને લઈને યુવતીએ કંટાળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આખી ઘટના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.

વડોદરાનો ચોંકાવનારો કિસ્સો( Image: AI Generated)
વડોદરાનો ચોંકાવનારો કિસ્સો( Picture: AI Generated)

વડોદરા: શહેરમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, નિકાહ પઢાવી અને ત્યારબાદ ધ કેરલા સ્ટોરી ફિલ્મની જેમ ટુકડા કરી નાખવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. પીડિતા અને હિન્દુ સંગઠનોએ આને લવ જેહાદનું ષડયંત્ર ગણાવ્યું છે, પરંતુ આખી ઘટનામાં ત્યારે એક મોટો ટ્વિસ્ટ આવ્યો, જ્યારે વડોદરા પોલીસે એક મોટો ખુલાસો કર્યો. આ આખી ઘટના જાણીને તમે પણ ચોંકી જશો.

વડોદરામાં ધર્મ પરિવર્તન અને અત્યાચારના આક્ષેપોએ ભારે ખળભળાટ મચાવ્યો છે. શહેરમાં એક યુવતી છેલ્લા 8 વર્ષથી યુવકના સંપર્કમાં હતી. પહેલા પ્રેમની મીઠી વાતો, પછી કોર્ટ મેરેજ અને બાદમાં નિકાહ! પરંતુ યુવતીનો આક્ષેપ છે કે એક સંતાન થયા બાદ સલમાન અને તેના પરિવારે તેના પર મુસ્લિમ રીત-રિવાજો મુજબ રહેવા દબાણ કરી ઢોર માર મારવાનું શરૂ કર્યું.

હદ તો ત્યારે થઈ જ્યારે સલમાને યુવતીને બળજબરીથી રિક્ષામાં બેસાડી કેરલા સ્ટોરી ફિલ્મની જેમ ટુકડા કરી થેલામાં ભરી દેવાની ખૌફનાક ધમકી આપી. અગાઉ પણ સલમાને પીડિતાના પરિવાર પર ચાકુથી હુમલો કર્યો હોવાનો આરોપ છે. આ મામલે હવે હિન્દુ સંગઠનો લાલઘૂમ થયા છે અને આને લવ જેહાદનું વ્યવસ્થિત કાવતરું ગણાવી રહ્યા છે.

એક તરફ હિન્દુ સંગઠનો આક્રોશ અને લવ જેહાદના ગંભીર આક્ષેપો છે, તો બીજી તરફ આ સમગ્ર મામલે વડોદરા પોલીસે એક મોટો ખુલાસો કર્યો છે. વડોદરા ડીસીપી ઝોન-4 એન્ડ્રુ મેકવાને સ્પષ્ટતા કરી છે કે પ્રાથમિક તપાસમાં આ કોઈ લવ જેહાદનો મામલો નથી, પરંતુ પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી પતિ સલમાનની ધરપકડ કરી લીધી છે. સૌથી મોટી વાત એ છે કે, પીડિત મહિલાએ પોલીસમાં નોંધાવેલી સત્તાવાર ફરિયાદમાં ધર્મ પરિવર્તન અંગેનો કોઈ જ ઉલ્લેખ કર્યો નથી.

પોલીસે ભલે આને પારિવારિક ઝઘડો ગણાવ્યો હોય, પરંતુ મામલાની ગંભીરતા જોતા પોલીસે પીડિત યુવતી અને તેના પરિવારને શી ટીમનું રક્ષણ પૂરું પાડ્યું છે. હાલ શી ટીમ દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. એક તરફ પીડિતા મીડિયા સમક્ષ ટુકડા કરવાની ધમકી અને ધર્મ પરિવર્તનના ગંભીર આક્ષેપો કરી રહી છે, તો બીજી તરફ પોલીસ ચોપડે નોંધાયેલી એફઆઈઆરમાં ધર્મ પરિવર્તનનો કોઈ ઉલ્લેખ નથી. ત્યારે હવે પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સત્ય બહાર આવશે કે આ માત્ર એક ઘરેલુ હિંસાનો કિસ્સો છે કે પછી લવ જેહાદનું ષડયંત્ર?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *