અમદાવાદ: આયુષ્માન કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી રૂપિયા વસૂલ્યા, કુલ 24 હોસ્પિટલોને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો

અમદાવાદ: આયુષ્માન કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી રૂપિયા વસૂલ્યા, કુલ 24 હોસ્પિટલોને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે. જેમા વિપક્ષના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જે હોસ્પિટલો ગેરરિતી કરે છે તેને લઈને પ્રશ્ન આપ્યો હતો. જેના જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે આવી કુલ 24 હોસ્પિટલોને દંડ ફટકારવામાં આવ્યો છે.

અમદાવાદની 24 હોસ્પિટલોને દંડ
અમદાવાદની 24 હોસ્પિટલોને દંડ

અમદાવાદ: રાજ્યમાં અનેક લોકો પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ના લાભાર્થી છે. આ યોજના અંતર્ગત લાભાર્થી આકસ્મિક બીમારી સામે ખાનગી હોસ્પિટલ દર્દી ફીમાં સારવાર મેળવી શકે છે. પરંતુ વિધાનસભાના ગૃહમાં એ મુદ્દો ઉઠ્યો કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) યોજનાના લાભાર્થી પાસે કેટલીક હોસ્પિટલ દ્વારા નાણાં વસૂલીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

વિધાનસભાના ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં પ્રશ્નોત્તરી અંતર્ગત પ્રશ્ન પૂછ્યો હતો કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ ગંભીર ગેરરીતિ આચરતી કેટલી હોસ્પિટલોની ફરિયાદ મળી છે. તે અંગે પ્રશ્નમાં આરોગ્યમંત્રી જવાબ આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ ગંભીર ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સરકારે લાલ આંખ કરી છે.

આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, 31 જાન્યુઆરી 2026 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદની 24 હોસ્પિટલો એવી ઝડપાઈ છે જે આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી પણ સારવારના પૈસા વસૂલતી હતી. આવી ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે આયુષ્માન કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં વસૂલવામાં આવ્યા હોવાની ઘટનાઓ બની હતી. જે અંતર્ગત યોજનાની માર્ગદર્શિકાનો ભંગ કરવા બદલ આ તમામ 24 હોસ્પિટલોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને નાણાકીય દંડ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ તમામ 24 હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરી 36,84,369 નો દંડ કરવામાં આવ્યો છે. આમ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ પણ PMJAY યોજનામાં ગેરરીતિની અનેક ફરિયાદ મળી હોવાનું આજે ગૃહમાં સામે આવ્યું છે. તેમજ સરકારની આ કડક કાર્યવાહીને પગલે મફત સારવારના નામે દર્દીઓનું શોષણ કરતી હોસ્પિટલોમાં ફફડાટ વ્યાપી ગયો છે. છતાં હવે  આવું બંધ  થાય છે કે નહીં તે જોવું રહ્યું.

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે. જેમાં વિપક્ષના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જે હોસ્પિટલો ગેરરીતિ કરે છે તેને લઈને પ્રશ્ન આપ્યો હતો. જેના જવાબમાં આરોગ્યમંત્રીએ જણાવ્યું કે આવી કુલ 24 હોસ્પિટલોને દંડ ફટકારવામાં આવ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *