‘રામાયણ’ ની સીતા બની સાસુ, દીકરીનાં લગ્નમાં મમ્મીનો વટ પડી ગયો; દીપિકા ચિખલિયાએ શેર કર્યા વીડિયો

‘રામાયણ’ ની સીતા બની સાસુ, દીકરીનાં લગ્નમાં મમ્મીનો વટ પડી ગયો; દીપિકા ચિખલિયાએ શેર કર્યા વીડિયો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

રામાનંદ સાગરની રામાયણમાં સીતાની ભૂમિકાથી ઘરે ઘરે ઓળખ બનાવનાર દીપિકા ચિખલિયા હવે સાસુ બની ગઈ છે. એક્ટ્રેસે લેટેસ્ટમાં દીકરી જૂહી અને જમાઈની તસવીરો અને વીડિયો શેર કર્યાં છે.  

Image Source: INSTAGRAM/@DIPIKACHIKHLIATOPIWALA
Picture Supply: INSTAGRAM/@DIPIKACHIKHLIATOPIWALA

ટીવીની સીતા એટલે કે દીપિકા ચિખલિયા હવે સાસુમા બની ગઈ છે. દીપિકા ચિખલિયાની દીકરી જૂહી લગ્નનાં બંધનમાં બંધાઈ ગઈ છે, જેની ઝલક અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં શેર કરી છે. દીપિકા ચિખલિયાએ દીકરીનાં લગ્નની તસવીરો અને વીડિયો ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યાં છે, જે જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. આટલું જ નહીં એક્ટ્રેસે એક વીડિયો શેર કરીને દીકરી અને જમાઈને નવી જિંદગીની શરૂઆત માટે શુભકામના પણ આપી છે.

દીકરીનાં લગ્નમાં ભાવુક થઈ દીપિકા

દીપિકા ચિખલિયાએ એક મિથિલા કા કણ કણ ખિલા સોન્ગ પર ડાન્સ કરીને જમાઈ રાજાનું સ્વાગત કર્યું હતું, જ્યારે બીજા વીડિયોમાં દીકરીનાં લગ્નમાં ફૂલ ટૂ એન્જોય કરતા જોવા મળી રહ્યાં છો. જો કે દીકરીની વિદાય સમયે એક્ટ્રેસ ભાવુક થઈ ગઈ હતી. દીપિકાએ વરરાજાનાં સ્વાગતથી લઈને મંડપ અને વિદાય સુધીની ઝલક ફેન્સ સાથે શેર કરી છે, જેનાં પર યુઝર્સ જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યાં છે.

દીપિકા ચિખલિયાએ એક પ્રાઇવેટ સેરેમનીમાં દીકરીનાં લગ્ન કર્યાં છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર દીપિકા ચિખલિયાએ દીકરીનાં લગ્નને એટલાં પ્રાઇવેટ રાખ્યાં હતા કે કોઈને આ વિશે જાણ પણ થઈ નહીં. જ્યારે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કર્યાં ત્યારે લોકોને એ વિશે જાણ થઈ કે, હવે સાસુ બની ગઈ છે. દીપિકા ચિખલિયાનાં જમાઈ અને જૂહીનાં હસબન્ડની વાત કરવામાં આવે તો તેનું નામ દિવિજ અગ્રવાલ છે. દિવિજ શું કરે છે એ વિશે કોઈ જાણકારી સામે આવી નથી.

બે દીકરીઓની માતા છે દીપિકા ચિખલિયા

દીપિકા ચિખલિયાની વાત કરવામાં આવે તો વર્ષ 1991 માં બિઝનેસમેન હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યાં હતા. હેમંત ટોપીવાલા શ્રૃંગાર બિંદી અને કોસ્મેટિક્સનાં માલિક છે. કપલને બે દીકરીઓ છે જેમાં એકનું નામ નિધિ અને બીજી દીકરીનું નામ જૂહી છે. દીપિકાની બન્ને દીકરીઓ અને પતિ સોશિયલ મીડિયાથી દૂર રહે છે. દીપિકાની દીકરીઓની પ્રોફેશનની વાત કરવામાં આવે તો નિધિ પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ છે અને જૂહી પિતાનો બિઝનેસ સંભાળે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *