Final Up to date:
બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતને બોલીવુડની ક્વીન કહેવામાં આવે છે. તેની એક્ટિંગના લોકો કાયલ છે. ન્યૂઝ18 રાઇઝિંગ ભારત સમિટ 2026માં પહોંચેલી કંગનાએ જણાવ્યું કે, તે જલદી જ હોલીવુડમાં એન્ટ્રી કરી શકે છે.
નવી દિલ્હી : બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતને બોલીવુડની ક્વીન કહેવામાં આવે છે. તેની એક્ટિંગના લોકો કાયલ છે. ન્યૂઝ18 રાઇઝિંગ ભારત સમિટ 2026માં પહોંચેલી કંગનાએ જણાવ્યું કે, તે જલદી જ હોલીવુડમાં એન્ટ્રી કરી શકે છે. તેણે કન્ફર્મ કર્યું કે, તેની પાસે કેટલીક શાનદાર હોલીવુડ સ્ક્રિપ્ટ્સ છે અને તે હાલ તેના પર વિચાર કરી રહી છે. કંગનાની વાતોથી સ્પષ્ટ છે કે, તે જલદી જ મોટા વિદેશી પ્રોજેક્ટમાં જોવા મળી શકે છે.
રાઇઝિંગ ભારત સમિટ 2026માં કંગના રનૌતે કહ્યું, મારી પાસે કેટલીક ઓફર્સ તો છે, પરંતુ હું પોતાની સુવિધા અને રસ અનુસાર તેના પર નિર્ણય લઈશ. કંગના રનૌતના હોલીવુડ ડેબ્યૂને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. પહેલા સમાચાર આવ્યાં હતા કે, તે હોરર-ડ્રામા ફિલ્મ ‘બ્લેસ્ડ બી ધ ઇવિલ’ની સાથે ઇન્ટરનેશનલ લેવલ પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મની કહાની એક એવા ઈસાઈ કપલની આસપાસ ફરે છે, જે એક દુખદ દુર્ઘટના પછી એક જૂનું ફાર્મ હાઉસ ખરીદે છે, જેનો ભૂતકાળ ખૂબ જ ખૌફનાક હોય છે.
હાલમાં, ફિલ્મની શૂટિંગ અંગે કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી, જેના કારણે એવી અટકળો ચાલી રહી હતી કે કંગના આ પ્રોજેક્ટમાંથી બહાર થઈ ગઈ છે. જોકે, હવે કંગનાએ પોતે કન્ફર્મ કર્યું છે કે હાલમાં તેની પાસે ઘણા હોલિવૂડ પ્રોજેક્ટ્સ છે, પણ તેણે હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે આ ઓફર્સમાં ‘Blessed Be The Evil’ સામેલ છે કે નહીં. કંગનાના હોલિવૂડ ડેબ્યૂના આ સમાચારથી તેમના ફેન્સ થોડા નવાઈ પણ પામ્યા છે, કારણ કે એક્ટ્રેસે અગાઉ અનેક વખત જાહેર મંચ પર કહ્યું છે કે ભારતમાં અમેરિકન અને અંગ્રેજી ફિલ્મોને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં.
વર્ષ 2021માં પોતાની ફિલ્મ ‘થલાઈવી’ના પ્રમોશન દરમિયાન કંગના રણૌતે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું, “આપણે અંગ્રેજી અને હોલિવૂડ ફિલ્મોને નિરુત્સાહિત કરવાની જરૂર છે, કારણ કે એ આપણા સિનેમાઘરો પર કબજો જમાવી રહી છે. આપણે એક રાષ્ટ્ર તરીકે વર્તવું જોઈએ અને પોતાને નોર્થ કે સાઉથ ઇન્ડિયામાં વહેંચવાનું બંધ કરવું જોઈએ. સૌપ્રથમ તો આપણે પોતાની ફિલ્મોનો આનંદ માણવો જોઈએ, પછી એ મલયાલમ હોય, તમિલ હોય, તેલુગુ હોય કે પંજાબી.”
રસપ્રદ વાત એ છે કે હવે કંગનાએ પોતે હોલિવૂડ ઓફર્સ મળવાની વાત સ્વીકારી છે, જેના કારણે તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક જણ જોઈ રહ્યું છે કે શું કંગના પણ પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, ઇરફાન ખાન, અનિલ કપૂર અને અનુપમ ખેર જેવી હસ્તીઓની યાદીમાં સામેલ થઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ બનાવશે.

