5 વર્ષના બાળકે એરલાઈન પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધી, કંપનીના CEO પણ ખુશ થઈ ગયા

5 વર્ષના બાળકે એરલાઈન પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધી, કંપનીના CEO પણ ખુશ થઈ ગયા

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

અમેરિકાના એક 5 વર્ષના બાળકે એરલાઈન પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધીને બતાવી જેથી આ મુદ્દો હાલ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. બાળકના આ કામથી કંપનીના સીઈઓ પણ ખુશ થઈ ગયા હતા.

5 વર્ષના બાળકે એરલાઈન પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધી
5 વર્ષના બાળકે એરલાઈન પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધી

નવી દિલ્હી: નાની નાની ભૂલો ઘણી વાર મોટા એક્સપર્ટ પણ નથી શોધી શકતા પરંતુ ઘણી વાર એવું બને કે એક બાળક તે ભૂલને શોધી કાઢતું હોય છે. અમેરિકામાં એક આવો જ બનાવ સામે આવ્યો છે જેના વિશે જાણીને તમે નવાઈ પામી જશો. એક પાંચ વર્ષના બાળકે એક એરલાઈન કંપનીના પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધીને બતાવી અને મોટા મોટા એવિએશન એક્સપર્ટ પણ જોતા રહી ગયા. આ બાળકનું નામ વિલિયમ હાઈન્સ છે. જે અમેરિકાના કોલોરાડોમાં રહે છે.

જે ઉંમરમાં બાળક યોગ્ય રીતે વાંચી પણ નથી શકતા તે ઉંમરમાં આ બાળક નાનો એવિએશન એક્સપર્ટ બની ગયો છે. સીબીએસ શિકાગો દ્વારા આ બાળકનો ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યો છે. જેમાં આ બાળકે જણાવ્યું કે તે જ્યારે મેન્યુઅલ જોઈ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે પાયલોટને વિમાન વિશે શીખવવામાં આવતા પાનાઓમાં અમુક ગડબડ છે.

5 વર્ષના બાળક વિલિયમ હાઈન્સે જણાવ્યું કે બે ગ્રાફ એક જેવા ન દેખાઈ શકે. પછી તે ભૂલને જોવામાં એટલો મગ્ન થઈ ગયો કે લગભગ 2 કલાક સુધી તેણે તે વસ્તુને જોઈ. સામાન્ય રીતે આ વસ્તુને કોઈ પણ ગંભીરતાથી નથી જોતા માત્ર ઉપર ઉપરથી મેન્યુઅલના પેજને જોતા હોય છે.

વિલિયમે જણાવ્યું કે મને ખબર પડી કે 2 મોનિટર એકબીજા સાથે મેળ નથી ખાઈ રહ્યા. બંન્ને વિરુદ્ધમાં હતા. વિલિયમની માતા એમ્બરે આ વિશે જણાવ્યું કે એક તસવીર વધારે ઝૂમ આઉટ હતી અને બીજી તસવીર ઝૂમ ઇન હતી. મારો બાળક આ વાતને સમજવા માટે સક્ષમ હતો કે બંન્ને તસવીરો એક જેવી દેખાવી જોઈએ. જોકે તે અલગ દેખાઈ રહી હતી. કારણકે એક તસવીરને બીજી તસવીરની સરખામણીએ ઝૂમ આઉટ કરવામાં આવી હતી.

જે પાયલોટના પરિવાર દ્વારા વિલિયમને મેન્યુઅલ મળ્યું હતું તેણે વિલિયમે શોધેલી આ ભૂલને ટોપ લેવલ સુધી પહોંચાડી અને સાઉથવેસ્ટ એરલાઈન્સના સીઈઓ રોબર્ટ જોર્ડનને સૂચિત કરવામાં આવ્યો. બાદમાં અમેરિકાની સૌથી મોટી એરલાઈન કંપનીઓમાં એક સાઉથવેસ્ટ એરલાઈન્સના સીઈઓએ વિલિયમ અને તેની બહેનને કંપનીના હેડક્વાર્ટર માટે વીઆઈપી ટૂર માટે બોલાવીને તેમને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે, એરલાઈન કંપની દ્વારા એ વાત સ્પષ્ટ કરવામાં આવી કે મેન્યુઅલમાં કોઈ ભૂલ ન હતી પણ ભૂભાગને દર્શાવવાની રીત અને ઝૂમ ઇન કરવાની રીતમાં થોડી ભૂલ હતી. 5 વર્ષના વિલિયમનું સપનું છે કે તેને એક દિવસ પાયલોટ બનવું છે. તેણે કોકપિટ સિમ્યુલેટરમાં આ રીતના કામનો પહેલો અનુભવ મેળવી લીધો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *