Rising Bharat Summit 2026: AI અને ડીપફેકને લઈને શું બોલ્યા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ?

Rising Bharat Summit 2026: AI અને ડીપફેકને લઈને શું બોલ્યા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ?

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

Rising Bharat Summit 2026: રાઇઝિંગ ભારત સમિટમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે AI વિશે વાત કરી. તેમણે કહ્યું કે ભારતમાં કદાચ કન્ઝ્યુમર અને એન્ટરપ્રાઇઝ બંને સેક્ટરમાં AIનો ડિફ્યુઝન રેટ સૌથી વધુ છે. હાલની પ્રાથમિકતા મજબૂત AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની અને તેને વધારવાની છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

Rising Bharat Summit 2026: ન્યૂઝ18 રાઇઝિંગ ભારત સમિટ 2026 આજે શુક્રવાર, 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. આ સમિટ બે દિવસની છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય ભાષણ આપશે. સમિટમાં અનેક સેશન યોજાઈ રહ્યા છે, જેમાં દેશ અને વિદેશના અનેક દિગ્ગજો પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. આ સમિટમાં ભારતની આર્થિક સ્થિતિ, જિયોપોલિટિકલ સ્થિતિ અને લાંબા ગાળાના રાષ્ટ્રીય વિઝન પર ચર્ચા થશે.

AIને લઈને અશ્વિની વૈષ્ણવનું મહત્વનું નિવેદન

રાઇઝિંગ ભારત સમિટમાં પોતાના સેશન દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે AI વિશે વાત કરી. તેમણે કહ્યું કે ભારતમાં કદાચ કન્ઝ્યુમર અને એન્ટરપ્રાઇઝ બંને સેક્ટરમાં AIનો ડિફ્યુઝન રેટ સૌથી વધુ છે. હાલની પ્રાથમિકતા મજબૂત AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની અને તેને વિસ્તારવાની છે. ભારતનું IT સેક્ટર ટ્રેડિશનલ કોડિંગથી ઓટોમેટેડ કોડિંગ તરફ આગળ વધી રહ્યું છે, જેમાં કોર આર્કિટેક્ચર અને ડિઝાઇન હજુ પણ ભારતીય IT કંપનીઓના હાથમાં છે. આગળ તેમણે કહ્યું કે, સરકાર ટેલેન્ટ પાઇપલાઇનને મજબૂત કરી રહી છે, પરંતુ ઇન્ડસ્ટ્રીની સાથે-સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પણ AI ટ્રાન્ઝિશનની જવાબદારી વહેંચવી પડશે.

‘આ ‘વન્સ ઇન એ જનરેશન’ ટ્રાન્ઝિશન છે’

AI ક્રાંતિ પર અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ ‘વન્સ ઇન એ જનરેશન’ ટ્રાન્ઝિશન છે. આપણે આપણા રોકાણ અને કમ્પ્યુટને એક મોટા લેવલ સુધી વધારવું પડશે. આ મામલે ડેટા સેન્ટર માટે ટેક્સમાં છૂટ આપવી ખૂબ જરૂરી છે. આગળ તેમણે કહ્યું કે, કન્ટેન્ટ ક્રિએટર્સ અને મીડિયા હાઉસ ઘણું વધારે રોકાણ કરે છે. તેથી ખૂબ જરૂરી છે કે આ રોકાણનું યોગ્ય રીતે રિવોર્ડ મળે.

સમિટમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ ભારતમાં માઇક્રોન ટેક્નોલોજી પ્લાન્ટમાં કોમર્શિયલ ઉત્પાદનની શરૂઆત કરશે. આ પ્લાન્ટ લેપટોપ, કેમેરા અને અન્ય ઉપકરણોમાં વપરાતી હાઇ-બેન્ડવિડ્થ મેમરીનું નિર્માણ કરશે. માઇક્રોન પછી બે અન્ય પ્લાન્ટ પણ ટૂંક સમયમાં કોમર્શિયલ ઉત્પાદન શરૂ કરશે, જ્યારે ચોથા પ્લાન્ટની આ વર્ષના અંત સુધીમાં શરૂઆત થવાની અપેક્ષા છે.

Rising Bharat Summit 2026: ડીપફેકને લઈને શું કહ્યું?

સમિટમાં કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે કહ્યું કે, ઇન્ટરનેટની પ્રકૃતિ ઘણી બદલાઈ ગઈ છે. દરેક કન્ટેન્ટ પ્લેટફોર્મ્સ દ્વારા ફેલાય છે. તેથી જ્યુડિશિયરી, લેજિસ્લેચર જેવા આપણા સોશિયલ પ્લેટફોર્મ્સને બચાવવા માટે પગલાં ભરવા જરૂરી છે. આગળ તેમણે કહ્યું કે, ડીપફેકનું પૂર આવી ગયું છે, જ્યાં કોઈની મંજૂરી લેવામાં આવતી નથી. આ મંજૂરી લેવી જરૂરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *