T20 World Cup 2026, New Zealand vs Pakistan Cricket Rating Updates : ટી 20 વર્લ્ડ કપ 2025 ના સુપર 8 મુકાબલામાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. મેચ રદ થતા બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં હતી. પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે વરસાદના કારણે એકપણ બોલ ફેંકી શકાયો ન હતો.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ન્યૂઝીલેન્ડ : ફિન એલન, ટીમ સીફર્ટ, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, માર્ક ચેપમેન, જીમી નિશમ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, ઇશ સોઢી, લોકી ફર્ગ્યુસન.
પાકિસ્તાન : સૈમ અયુબ, સાહિબજાદા ફરહાન, સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, ઉસ્માન ખાન, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, સલમાન મિર્ઝા, ઉસ્માન તારીક.
