દાહોદના સંજેલીના હિરોલામાં તસ્કર ટોળકીએ આતંક મચાવ્યો. હિરોલા ગામમાં તસ્કરોએ કરિયાણાની દુકાનમાં ધાડ પાડી. સંજેલી-ઝાલોદ રોડ પર અગ્રવાલ કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. ચોરોએ દરવાજા ન તોડ્યા, પણ પાછળથી દિવાલમાં બાકોરું પાડીને અંદર ઘુસ્યા અને દુકાનનો સામાન ચોરીને ફરાર થઈ ગયા. સવારે જ્યારે દુકાનદારને જાણ થઈ અને ઘર પર પહોંચ્યો તો અનાજ વેરવિખેર હાલતમાં મળી આવ્યું. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. તસ્કરોના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ચોરીની ઘટનાઓ વધતા પોલીસના નાઈટ પેટ્રોલિંગની માગ ઊઠી છે.
Source link
