મેચની શરૂઆતમાં જ પાકિસ્તાની કેપ્ટને કરી નાખી મોટી ભૂલ, એક ખોટા નિર્ણયના લીધે મળી શરમજનક હાર

મેચની શરૂઆતમાં જ પાકિસ્તાની કેપ્ટને કરી નાખી મોટી ભૂલ, એક ખોટા નિર્ણયના લીધે મળી શરમજનક હાર

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ટી20 વર્લ્ડ કપમાં ભારતે ગ્રુપ સ્ટેડ મેચમાં પાકિસ્તાનને 61 રને હરાવીને સુપર-8માં જગ્યા પાક્કી કરી લીધી છે. જો કે આ મેચમાં પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ એક ભૂલ કરી નાખી હતી, જેના કારણે અંતે તેઓને શરમજનક હારનો સામનો કરવો પડ્યો.

સલમાન આગાની ભૂલના કારણે હાર્યું પાકિસ્તાન
સલમાન આગાની ભૂલના કારણે હાર્યું પાકિસ્તાન

Salman Ali Agha Blunder: ટી20 વર્લ્ડ કપમાં ભારતે ગ્રુપ સ્ટેડ મેચમાં પાકિસ્તાનને 61 રને હરાવીને સુપર-8માં જગ્યા પાક્કી કરી લીધી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરીને પાકિસ્તાન સામે 176 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. આ ટાર્ગેટને પાકિસ્તાનની ટીમ ચેજ કરી શકી નહીં અને 114 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટને એક મોટી ભૂલ કરી નાખી હતી. જેના કારણે અંતે તેને મોટી હારનો સામનો કરવો પડ્યો.

મેચમાં પાકિસ્તાને ટોસ જીત્યો હતો અને કેપ્ટને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. અહીં જ પાકિસ્તાની કેપ્ટને મોટી ભૂલ કરી નાખી. પાકિસ્તાની કેપ્ટનને કદાચ કોલંબોના સ્ટેટ્સ વિશે સારી એવી જાણકારી નહોતી અને કદાચ એ જ કરાણે તેણે પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. હકીકતમાં પ્રેમદાસાના મેદાન પર હજુ સુધી કોઈ પણ ટીમ આ વર્લ્ડ કપમાં ચેજ કરતી વખતે મેચ જીતી શકી નથી અને દરેક મેચમાં ચેજ કરનાર ટીમ ઓલરાઉટ થઈ છે. આ મેદાન પર અત્યાર સુધી આ વર્લ્ડ કપમાં ચાર મેચ રમાઈ છે અને ચારેય મેચમાં બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવેલી ટીમ ઓલઆઉટ થઈ છે.

જો પાકિસ્તાનના કેપ્ટને આ આંકડાઓ ધ્યાનમાં લીધા હોત અને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હોત, તો કદાચ મેચનું પરિણામ કંઈક અલગ હોત. પણ તેણે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી અને બેટિંગ માટે મુશ્કેલ પિચ પર તેમના બોલર્સે ઘણાં રન આપી દીધા, જેના કારણે અંતે ટીમને હારનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાન માટે આ મેચમાં કુલ 20માંથી 18 ઓવર સ્પિનર્સે ફેંકી હતી, છતાં પણ ટીમ ઈન્ડિયાએ 175 રન બનાવી દીધા.

આ મેદાન પર ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં પહેલી મેચ શ્રીલંકા અને આયરલૅન્ડ વચ્ચે રમાઈ હતી. એ મેચમાં બીજી ઇનિંગમાં આયરલૅન્ડની ટીમ 143 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેને 20 રનથી હાર મળી હતી. બીજી મેચ ઓસ્ટ્રેલિયા અને આયરલૅન્ડ વચ્ચે રમાઈ હતી, જેમાં આયરલૅન્ડની ટીમ બીજી ઇનિંગમાં 115 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેને 67 રનથી હાર મળી હતી. ત્રીજી મુકાબલો ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઇનિંગમાં 146 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેને 23 રનથી હાર મળી હતી. આજે પાકિસ્તાનની ટીમ બીજી ઇનિંગમાં બેટિંગ કરતી વખતે 114 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *