‘ધુરંધર’એ રચ્યો ઇતિહાસ, ભારતની સૌથી લાંબી ટ્રેન્ડિંગ ફિલ્મ બની; ‘પુષ્પા 2’થી લઇને ‘જવાન’ જેવી અનેક મૂવીને પછાડી

‘ધુરંધર’એ રચ્યો ઇતિહાસ, ભારતની સૌથી લાંબી ટ્રેન્ડિંગ ફિલ્મ બની; ‘પુષ્પા 2’થી લઇને ‘જવાન’ જેવી અનેક મૂવીને પછાડી

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:



‘ધુરંધર’ બુકમાયશો પર 50 દિવસોથી ટ્રેન્ડ કરી રહી છે. આમ, ‘ધુરંધર’ મૂવીએ ફરી એકવાર ઇતિહાસ રચી દીધો છે. રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્તથી લઇને અર્જૂન રામપાલ અને આર માધવનની ફિલ્મએ ‘છાવા’, ‘પુષ્પા 2’ જેવી અનેક મૂવીને પછાડી છે.

જો કે હવે ફેન્સ 'ધુરંધર 2' ને લઇને એક્સાઇટેડ છે.
જો કે હવે ફેન્સ ‘ધુરંધર 2’ ને લઇને એક્સાઇટેડ છે.

આદિત્ય ઘરનાં નિર્દેશનમાં બનેલી ‘ધુરંધર’ થિયેટરમાં રિલીઝ થઈ એને 2 મહિના કરતા પણ વધારે સમય થઈ ગયો છે. રણવીર સિંહની ફિલ્મએ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા છે. જો કે વધુ એક રેકોર્ડ પોતાનાં નામે કરી લીધો છે. આમ, તમને જણાવી દઈએ ‘ધુરંધર’ અત્યાર સુધીની બીજી સૌથી વધારે કમાણી કરનાર બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. આ શાનદાર કમાણી જબરજસ્ત વર્ડ ઓફ માઉથને કારણે થઈ છે. ‘ધુરંધર’ મૂવી ઇન્ડિયન બોક્સ ઓફિસ પર નંબર વન ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ રિલીઝ થયા એ પછીથી ઓનલાઇન ટિકિટ પ્લેટફોર્મ બુકમાયશો પર ટ્રેન્ડ કરી રહી છે. આમ, ‘ધુરંધર’ હવે સૌથી લાંબા સમય સુધી ટ્રેન્ડ કરતી ઇન્ડિયન ફિલ્મ બની ગઈ છે.

‘ધુરંધર’ મૂવીએ બુકમાયશો પર ઓલ-ટાઇમ રેકોર્ડ તોડ્યો

સૈકનિલ્કનાં રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરીની વચ્ચે ‘ધુરંધર’ બુકમાયશો પર 59 દિવસ સુધી ટ્રેન્ડ કરી રહી હતી જેણે 2025 ની શરૂઆતમાં વિક્કી કૌશલની ફિલ્મ છાવા 58 દિવસોનો ઓલટાઇમ રેકોર્ડ બ્રેક કર્યો છે. આમ, સ્ત્રી 2 વર્ડ ઓફ માઉથને કારણે 57 દિવસ સુધી ચાલનારી ફિલ્મ હતી, જે ત્રીજા સ્થાન પર છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં નેટફ્લિક્સે જાણકારી શેર કરતા કહ્યું હતું કે આ ફિલ્મ અનેક દેશોમાં ટોપ ટ્રેન્ડ કરી રહી છે. જે દેશોમાં આ નંબર 1 પોઝિશનમાં મળી છે એમાં ભારતની સાથે સાથે કેનેડા, યુકે, મોરેક્કો, બાંગ્લાદેશ, કુવૈત, લેબનાન, શ્રીલંકા, માલદીવ જેવા અનેક શહેરો અને દેશોનો સમાવેશ થાય છે. ખાસ વાત તો એ છે કે મિડલ ઇસ્ટ અને પાકિસ્તાનમાં પણ ફિલ્મને જબરજસ્ત વ્યૂઅરશિપ મળી હતી.

આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર 2’ને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. ‘ધુરંધર’ના પહેલા પાર્ટની સાથે જ મેકર્સે ફિલ્મના બીજા ભાગની રિલીઝ ડેટનું એલાન કરી દીધું હતું. જો કે હવે ‘ધુરંધર 2’નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થતા ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. ફિલ્મ 19 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દીની સાથે-સાથે તેલુગુ, તમિલ, મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. બોક્સ ઓફિસ પર આ મૂવી કન્નડ સુપરસ્ટાર યશ સ્ટારર ‘ટોક્સિક’ સાથે ટક્કર થશે. આ દિવસે ‘ટોક્સિક’ અને ‘ધુરંધર 2’ બંને મૂવી રિલીઝ થઈ રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *