ઈડરના કાનપુર પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. પીકઅપ ડાલાની અડફેટે આવતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. એક તરફ ભાણીનું મામેરુ ભરવાની તૈયારીઓ થઈ રહી હતી. ત્યારે મામેરું ભરવાના દિવસે જ રસ્તો ઓળંગી રહેલા મામાને પીકઅપ ડાલાએ અડફેટે લીધા હતા. જેમા તેમનું કમકમાટી મોત નિપજ્યું છે. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે જ્યારે તે શખ્સ રસ્તો ઓળંગી રહ્યો છે ત્યારે પૂરપાટ ઝડપે આવતા પીકઅપ ડાલાની ટક્કર વાગે છે અને તે જમીન પર પટકાય છે. જો કે ત્યારબાદ વાહન ચાલક નાસી છૂટતા પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે અકસ્માતની ઘટના બાદ ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો.
Source link
