Final Up to date:
હિંદુ ધર્મના 18 મહાપુરાણોમાં ‘ગરુડ પુરાણ’નું એક વિશિષ્ટ સ્થાન છે. આ એકમાત્ર એવો ગ્રંથ છે જેમાં જીવનના કર્મોથી લઈને મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે અને તેની સફર કેવી હોય છે, તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે, ત્યારે યમરાજ તેને સીધા લેવા નથી આવતા, પરંતુ કુદરત તેને કેટલાક ચોક્કસ સંકેતો આપવાનું શરૂ કરે છે.
