Final Up to date:
આ પીસ ટોકને લઈને અપડેટ શેર કરતા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ધીરજ બનાવી રાખવાની અપીલ કરી છે.
અબુ ધાબી: સંયુક્ત અરબ અમીરાતમાં અમેરિકા, રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલી ત્રિપક્ષીય શાંતિ વાર્તા એક નિર્ણાયક વળાંક પર આવી ગઈ છે. ટ્રમ્પના શાંતિ દૂત સ્ટીવ વિટકોફે પુષ્ટિ કરી છે કે બંને દેશ એક મોટા નિર્ણય પર રાજી થઈ ગયા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બેઠકમાં નક્કી થઈ ગયું છે કે ટૂંક સમયમાં 314 કેદીઓની અદલાબદલી થશે. આ પગલાને છેલ્લા પાંચ મહિનામાં પહેલી મોટી સફળતા માનવામાં આવી રહી છે. રશિયા-યુક્રેન વચ્ચે થઈ રહેલી વાતચીતમાં યુદ્ધવિરામ, સુરક્ષા ગેરેન્ટી અને જાપોરિઝ્ઝિયા પરમાણુ સંયંત્ર જેવા મોટા મુદ્દા પર મંથન ચાલી રહ્યું છે.
આ પીસ ટોકને લઈને અપડેટ શેર કરતા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ધીરજ બનાવી રાખવાની અપીલ કરી છે. વળી ઝેલેન્સ્કીએ પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, તેઓ રશિયાને કોઈ પણ પ્રકારનો પુરસ્કાર આપવાના પક્ષમાં નથી. નવાઈની વાત એ પણ છે કે શાંતિ પ્રયાસોની વચ્ચે બંને દેશો વચ્ચે ભીષણ ડ્રોન હુમલા પણ ચાલું છે.
UAEમાં આ 5 મોટી શરતો પર થઈ શકે છે શાંતિ કરાર
કેદીઓની અદલાબદલી- સ્ટીવ વિટકોફે પહેલા જ 314 કેદીઓની અદલાબદલીની પુષ્ટિ કરી છે. આ પહેલું પગલું છે કે જેને બંને પક્ષ સંબંધ સુધારવાની કોશિશ તરીકે જોઈ રહ્યા છે.
ન્યૂક્લિયર પ્લાન્ટ પર કરાર- ચર્ચા આ વાત પર પણ છે કે આ પરમાણુ સંયંત્રને એક ન્યૂટ્રલ ઝોન ઘોષિત કરવામાં આવે. રશિયા ત્યાંથી પોતાની સૈન્ય હાજરી ઓછી કરી શકે છે અને બદલામાં આંતરરાષ્ટ્રીય પર્યવેક્ષકોની દેખરેખમાં તેને યુક્રેનની ગ્રિડ સાથે જોડી શકે છે.
નાટો સભ્યપદ પર રોક- રશિયાની સૌથી મોટી શરત એ છે કે યુક્રેન ભવિષ્યમાં નાટોમાં સામેલ નહીં થાય. બદલામાં અમેરિકા અને મિત્ર રાષ્ટ્ર યુક્રેનને દ્વિપક્ષીય સુરક્ષા ગેરેન્ટી આપી શકે છે. જેથી તે પોતાની રક્ષા ખુદ કરી શકે.
વર્તમાન સ્થિતિ પર ફ્રીઝ- યુક્રેન આખા ડોનબાસને પાછું માગે છે, પણ કરાર એ વાત પર થઈ શકે છે કે જ્યાં સેના ઊભી છે, ત્યાં જ યુદ્ધ રોકી દેવામાં આવે. એટલે કે જમીન પર કબ્જો ત્યાં રહેશે, પણ લડાઈ બંધ થઈ જશે.
પ્રતિબંધોમાં ઢીલ અને પુનનિર્માણ- રશિયા ઈચ્છે છે કે તેમના પર લાગેલા આર્થિક પ્રતિબંધો ધીમે ધીમે હટાવવામાં આવે, તેના બદલામાં રશિયા, યુક્રેનના પુનનિર્માણ માટે અમુક નાણાકીય જોગવાઈ અને ઊર્જા સપ્લાઈ પર છૂટ આપવા માટે રાજી થઈ શકે છે.

