અંબાજીમાં ત્રિશૂળિયા ઘાટ ખાતે 600 કિલો વજન ધરાવતું દિવ્ય અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરાયું

અંબાજીમાં ત્રિશૂળિયા ઘાટ ખાતે 600 કિલો વજન ધરાવતું દિવ્ય અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરાયું

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


લોકયાવયકાઓ અનુસાર, મા અંબાએ મહિષાસુરનો સંહાર કરી અધર્મ પર ધર્મનો વિજય મેળવ્યો હતો અને તેના પછી તેમણે પોતાનું દિવ્ય ત્રિશૂળ ઉત્તરકાશીની ધરતી પર સ્થાપિત કર્યું હતું, હવે તેવું જ એક ત્રિશૂળ અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા અંબાજીના પ્રખ્યાત ત્રિશૂળિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચું અને આશરે 600 કિલો વજન ધરાવતું દિવ્ય અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરાયું છે.

Ambaji Trishul
અંબાજી મંદિર. {Photograph}: (સોશિયલ મીડિયા)

તાજેતરમાં જ અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા એક ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું કાર્ય કર્યું છે. ઉત્તરકાશી સ્થિત 1500 વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂળની પ્રેરણાથી  જેને આગામી 7 તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દર્શન માટે ખુલ્લુ મુકાશે.

આ અંગે સોશિયલ મીડિયામાં ચિંતન પટેલ નામના ઈન્સ્ટા યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે, અમદાવાદના જય ભોલે ગૃપ દ્વારા અંબાજી મંદિર ખાતે માં જગદંબાને વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર અર્પણ કર્યું હતું સાથે, માતાજીને સોનાની પાવડી, સોનાનો મુગટ પણ અર્પણ કર્યા હતા. સઘન અભ્યાસ કરી અંબાજી માં ત્રિશુલ ઘાટ ખાતે 600 કીલો વજનનું 16 ફુટનુ ત્રિશુળ “વિધિવત રીતે અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટને સાથે રાખીને વિધિવત રીતે સ્થાપના કરવામા આવી હતી.

પહેલા જ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી, IPS અધિકારી બની ફિલ્મોમાં મારી ગ્લેમરસ એન્ટ્રી

તમને જણાવી દઈએ કે, ત્રિશૂળિયા ઘાટ ખાતે જે ત્રિશૂળ મુકવામાં આવ્યું છે તે ઉત્તરકાશીમાં સ્થાપિત પ્રાચીન અને દિવ્ય શક્તિ ત્રિશૂળની પ્રથમ રેપ્લિકા છે. ઉત્તરકાશીનું મૂળ ત્રિશૂળ 18 ફૂટ ઊંચું છે અને સ્વયંભૂ છે. 

લોકવાયકા મુજબ મહિષાસુરનો વધ કરીને મહિષાસુર મર્દિની માં અંબાએ તે જગ્યા પર ત્રિશૂળ પ્રસ્થાપિત કર્યું હતું. તેનો અંત ક્યાં છે અને તે શેમાંથી બનેલું છે તે પણ કોઈને ખ્યાલ નથી. આવું અદભૂત ત્રિશૂળ ક્યાંય પણ પ્રસ્થાપિત નથી થયું.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *