વિદેશી વિદ્યાર્થીની કારે રિક્ષા ચાલકને ઉડાડ્યો

વિદેશી વિદ્યાર્થીની કારે રિક્ષા ચાલકને ઉડાડ્યો

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



વડોદરાથી વાઘોડિયા તરફ જતા રોડ પર અકસ્માત થયો. પૂરપાટ ઝડપે કાર લઈને આવતા વિદેશી વિદ્યાર્થીએ એક રિક્ષાચાલકને અડફેટે લીધો હતો. જો કે ત્યારબાદ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર બાજુના રોડ પર 150 ફૂટ સુધી ઢસડાઈને ખેતરમાં પડી હતી. અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસમાં રહેલા લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મહત્વનું છે કે અકસ્માત બાદ કારને તથા રિક્ષાને મોટું નુકસાન થયું હતું. સદનસીબે કાર ચાલક વિદેશી વિદ્યાર્થી તથા રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે વિદેશી વિદ્યાર્થી વાઘોડિયાની એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હોવાનું ખુલવા પામ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *