રખિયાલ વિસ્તારમાં આવેલ સોમા ટેક્સટાઈલ પાસેથી હથિયાર સાથે યુવક ઝડપાયો છે. રખિયાલ પોલીસે યામિનમિયા સૈયદ નામના 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આ આરોપી પાસેથી એક પિસ્તોલ અને 7 કારતૂસ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આરોપીની તપાસ કરતા સામે આવ્યું કે તે 90 હજાર રૂપિયામાં યૂપીથી આ પિસ્તોલ અને કારતૂસ લાવ્યો હતો. વધુ તપાસમાં હકીકત સામે આવી કે અગાઉ યામીન શેખ સાથે વટવામાં મારામારી થઈ હતી, જેથી સ્વબચાવ માટે તેણે પાંચ મહિનાં પહેલા ઉત્તરપ્રદેશનાં બુલંદ શહેરમાંથી આ હથિયાર ખરીદ્યું હતું.
Source link
