તું બહું સુંદર લાગીશ: મુરાદાબાદમાં 5 મુસ્લિમ છોકરીઓએ હિન્દુ છોકરીને બળજબરી બુરખો પહેરાવી દીધો

તું બહું સુંદર લાગીશ: મુરાદાબાદમાં 5 મુસ્લિમ છોકરીઓએ હિન્દુ છોકરીને બળજબરી બુરખો પહેરાવી દીધો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

આ સમગ્ર ઘટના બિલારી વિસ્તારમાં બની હતી. અહીંની રહેવાસી 5 મુસ્લિમ છાત્રાઓ અને એક હિન્દુ છાત્રા એક જ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે.

News18
News18

મુરાદાબાદ: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાંથી એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. અહીં 5 મુસ્લિમ છોકરીઓએ એક હિન્દુ છોકરીને બળજબરી બુરખો પહેરાવી દીધો. તમામ છોકરીઓ એક જ શાળામાં ધોરણ 12માં ભણે છે. આ મામલે ફરિયાદ પોલીસ સુધી પહોંચી છે અને પાંચ છાત્રાઓ પર કેસ નોંધવામાં આવ્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

મુરાદાબાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બુરખો પહેરેલી 5 છોકરીઓએ એક હિન્દુ છોકરીને રસ્તા પર ઊભી રાખી તેને બુરખો પહેરાવી દીધો હતો. આરોપ છે કે મુસ્લિમ છાત્રાઓએ હિન્દુ છોકરીનું બ્રેઈનવોશ કરવાની કોશિશ કરી હતી. તેને કહેવામાં આવ્યું કે હિન્દુ ધર્મ છોડી ઈસ્લામ કબૂલ કરી લે. ત્યાર બાદ તારું નસીબ બદલાઈ જશે.

આ સમગ્ર ઘટના બિલારી વિસ્તારમાં બની હતી. અહીંની રહેવાસી 5 મુસ્લિમ છાત્રાઓ અને એક હિન્દુ છાત્રા એક જ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. તમામ એક સાથે ટ્યૂશને પણ જાય છે. મુસ્લિમ છાત્રાઓએ એક હિન્દુ છોકરીને બળજબરી બુરખો પહેરાવ્યો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બુરખો પહેરેલી પાંચ છોકરીઓ હિન્દુ છોકરીને રોડ પર બુરખો પહેરાવી રહી છે. એક મુસ્લિમ છાત્રા પોતાની બેગમાંથી બુરખો કાઢે છે. પછી હિન્દુ છોકરીને પહેરાવે છે. બાકી છાત્રાઓ તેને કહે છે કે બુરખો પહેરીને તે બહુ સુંદર લાગીશ. તેની સાથે જ હિન્દુ છાત્રાને બાકીની છોકરી બુરખો પહેરાવતી દેખાય છે. આ જ સમયે છાત્રાને અણસાર આવતા તરત આગળ નીકળી જાય છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો શેરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

બાદમાં આ સગીર હિન્દુ છોકરીએ ઘરે જઈને પોતાના ભાઈને આખી વાત કહી હતી. જે બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી. ભાઈનું કહેવું છે કે તેની સગીર બહેન બિલારી ફળિયાના શાહકુંજ કોલોનીમાં એક શિક્ષકના ઘરે ટ્યૂશન ભણવા જતી હતી. તે બાકી પાંચ મુસ્લિમ બાળકીઓ પણ તેની સાથે ટ્યૂશનમાં જાય છે. આ દરમ્યાન પાંચેય મુસ્લિમ છાત્રાઓએ મારી બહેનનું બ્રેઈનવોશ કરવાનું શરુ કરી દીધું. આ છોકરીઓ વારંવાર તેને ઈસ્લામ ધર્મ કબૂલ કરવા માટે ઉશ્કેરતી હતી. આ દરમ્યાન તેને બુરખો પહેરવા માટે પણ મજબૂર કરી હતી. ધીમે ધીમે તેના મનમાં હિન્દુ ધર્મ પ્રત્યે ધૃણા પેદા કરવાની કોશિશ કરતી હતી.

ભાઈએ કહ્યું કે આ સમગ્ર ઘટના પાછળ જરૂર કોઈ કાવતરું છે. કોઈ ઈસ્લામિક સંગઠન છાત્રાઓને આગળ કરીને હિન્દુ સગીર છોકરીઓને ફોસલાવી ધર્માંતરણની મુહિમ ચલાવી રહ્યું છે. તેની તપાસ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *