‘રાહુલ ગાંધી સૌથી ડરપોક અને ઈનસિક્યોર નેતા’: શકીલ અહેમદના ઈન્ટરવ્યૂથી કોંગ્રેસમાં ખળભળાટ

‘રાહુલ ગાંધી સૌથી ડરપોક અને ઈનસિક્યોર નેતા’: શકીલ અહેમદના ઈન્ટરવ્યૂથી કોંગ્રેસમાં ખળભળાટ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ન્યૂઝ 18 સાથે એક પોડકાસ્ટમાં શકીલ અહેમદે રાહુલ ગાંધી પર એક પછી એક અનેક આરોપ લગાવતા તેમને ભારતીય રાજકારણના સૌથી ડરપોક અને અસુરક્ષિત નેતા ગણાવી દીધા.

News18
News18

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રહેલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદના એક ઇન્ટરવ્યૂએ રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ન્યૂઝ 18 સાથે એક પોડકાસ્ટમાં શકીલ અહેમદે રાહુલ ગાંધી પર એક પછી એક અનેક આરોપ લગાવતા તેમને ભારતીય રાજકારણના સૌથી ડરપોક અને અસુરક્ષિત નેતા ગણાવી દીધા. તેમનું નિવેદન સામે આવતા જ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે.

શકીલ અહેમદે કહ્યું કે રાહુલ ગાંધી ખૂબ ઇનસિક્યોર નેતા છે અને કોંગ્રેસમાં મજબૂત નેતાઓને પસંદ નથી કરતા. તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ખાલી નામના અધ્યક્ષ છે. જ્યારે બધા મોટા નિર્ણયો રાહુલ ગાંધી જ લે છે. તેમણે એવું પણ કહ્યું કે રાહુલ ગાંધીને સિનિયર અને મોટા નેતાઓ સાથે કામ કરવામાં તકલીફ થાય છે. જ્યાં તેમને બોસવાળી ફિલિંગ નથી આવતી, ત્યાંથી તેઓ દૂર રહે છે. શકીલ અહેમદે રાહુલ ગાંધીના સંવિધાન બચાઓ આંદોલનને પણ નિરર્થક ગણાવતા કહ્યું કે તેની જમીની સ્તર પર કોઈ અસર નથી.

સીએએ મુદ્દાને લઈને રાહુલ ગાંધી પર ટાર્ગેટ કરતા શકીલ અહેમદે કહ્યું કે આ એકદમ ફેલ થઈ ચૂક્યું છે અને મુસ્લિમ સમાજ પણ રાહુલ ગાંધીના આરોપથી સહમત નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે, કોંગ્રેસના કેટલાય મોટા નેતા મુસ્લિમ નેતાઓ અને મુસલમાનો સાથે તસવીર ખેંચાવતા ડરે છે, કેમ કે તેમને હિન્દુ વોટ બેન્ક સરકી જવાનો ડર રહે છે. રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોર પર ટિપ્પણી કરતા શકીલ અહેમદે કહ્યું કે જો કોચ ખુદ બેટિંગ કરવા લાગે તો ટીમ સારી બેટિંગ નહીં કરી શકે, જેનાથી તેમણે કોંગ્રેસની રણનીતિ પર પણ સવાલો ઊભા કરી દીધા છે.

શકીલ અહેમદના આ નિવેદનો બાદ ભાજપે રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા. ભાજપ નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસની અંદરની હકીકત હવે જાહેર થઈ રહી છે અને રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેમની જ પાર્ટીના નેતાઓ સવાલો ઊભા કરી રહ્યા છે. ભાજપના પ્રદીપ ભંડારીએ કહ્યું કે, રાહુલ લોકતંત્રની વાત કરે છે, જ્યારે તેઓ તેમની પાર્ટીમાં જ લોકતંત્રને ફોલો નથી કરતા. આ શકીલ અહેમદ કહે છે. રાહુલ ગાંધીએ ખડગેજીને ડમી બનાવી રાખ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના કોઈ નેતા રાહુલ ગાંધીને ગંભીરતાથી નથી લેતા. શકીલ અહેમદ માને છે કે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની હાલત ખરાબ થઈ રહી છે. કોંગ્રેસ ત્રીજા નંબરની પાર્ટી પણ આવનારા સમયમાં દેશમાં નહીં બની શકે. રાહુલ જે મુદ્દા ઉઠાવે છે, તેનું જનતા સાથે કોઈ લેવા દેવા નથી.

ભાજપના નેતા અમિત માલવીયે કહ્યું કે કોંગ્રેસની અંદરની સચ્ચાઈ હવે ખુલીને સામે આવી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદે રાહુલ ગાંધીને એક ઇનસિક્યોર નેતા ગણાવ્યા છે. તેમણે રાહુલ ગાંધીને ડરપોક ગણાવી દીધા અને કહ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસના મજબૂત નેતાઓને પસંદ નથી કરતા. શકીલ અહેમદના જણાવ્યા અનુસાર, જે નેતા પોતાના વિચાર અને જમીન સાથે જોડાણના કારણે પાર્ટીમાં મજબૂત હોય છે, તે રાહુલ ગાંધીને અસહજ કરે છે. આ જ કારણ છે કે કોંગ્રેસ સતત પોતાના નેતાઓને નબળી કરતી રહી છે અને જમીની નેતૃત્વને આગળ વધવા નથી દેતા. આ નિવેદન ખાલી એક વ્યક્તિનો મત નથી, પણ કોંગ્રેસની અંદર વર્ષોથી ચાલી રહેલી નેતૃત્વ સંકટ અને અસહિષ્ણુતાના ખુલ્લા સંકેત છે. જ્યારે પાર્ટીની અંદર જ લોકતંત્ર નથી, તો દેશને શું વિકલ્પ આપી શકશે? કોંગ્રેસની સમસ્યા વિપક્ષ નહીં, પણ પોતાનું નેતૃત્વ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *