મોટા વરાછા વિસ્તારમાં તાજેતરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે અકસ્માત સર્જ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલની કાર બેકાબૂ બની હતી અને બાઇક સવારને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બાઈક સવાર ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવેલ. મહત્વનું છે કે અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તો પોલીસને પણ સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ હિરેન પટેલ નશાની હાલતમાં હોવાનું જણાઈ આવતા પોલીસે મેડિકલ ચેકઅપ કરાવી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Source link
