જો કે, મોતીલાલ ઓસવાલે ચાંદીના લાંબા ગાળાના દૃષ્ટિકોણને લઈને હજી પણ પોઝિટિવ અભિગમ રાખ્યો છે, જેને ઔદ્યોગિક માંગ અને સપ્લાય કન્સ્ટ્રેન્ટ્સનો આધાર મળે છે. પરંતુ બ્રોકરેજનું કહેવું છે કે, તેજ રેલી બાદ નજીકના સમયગાળામાં સેટઅપ વધુ અસંતુલિત દેખાઈ રહ્યુ છે. ચાંદીમાં રોજબરોજના ભાવમાં વધુ ઉછાળો જોવા મળે છે, જ્યારે સોનું વધુ સ્થિર ટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહ્યું છે, જેના કારણે રિસ્ક-મેનેજ્ડ પોઝિશનિંગ માટે સોનાંની અપીલ વધી છે.

