રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શશિ થરૂરનું ‘અપમાન’! કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠકમાં હાજર નહીં રહે

રાહુલ ગાંધીના કાર્યક્રમમાં શશિ થરૂરનું ‘અપમાન’! કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠકમાં હાજર નહીં રહે

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

Shashi Tharoor Congress Assembly: કોંગ્રેસના સાંસદ શશિ થરૂર કેરળ વિધાનસભા ચૂંટણીને લઈને પાર્ટીની તૈયારીઓ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા બોલાવવામાં આવેલી મહત્વની બેઠકમાં હાજર નહીં રહે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીના તાજેતરમાં કોચ્ચિના પ્રવાસ દરમિયાન તેમને અપેક્ષિત સન્માન ન મળવાના કારણે શશિ થરૂર નારાજ છે અને આ કારણે તેઓ આજે શુક્રવારે યોજાનારી કોંગ્રેસની મહત્વની બેઠકમાં સામેલ નહીં થાય.

કોંગ્રેસના સાંસદ શશિ થરૂર 'નારાજ'!
કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ‘નારાજ’!

કેરળ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને આજે યોજાનારી કોંગ્રેસની મહત્વની બેઠક પહેલાં શશિ થરૂરની નારાજગીના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શશિ થરૂર આજે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે નિર્ધારિત બેઠકમાં હાજર રહેશે નહીં અને હાલ કેરળમાં જ છે. આપને જણાવી દઈએ કે, આજે બપોરે 2:30 વાગ્યે દિલ્હીમાં કેરળના વરિષ્ઠ નેતાઓ સાથે કોંગ્રેસ હાઈકમાન્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે.

ચર્ચા છે કે, તાજેતરમાં કોચ્ચિમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ દરમિયાન શશિ થરૂરને ‘યોગ્ય સન્માન’ મળ્યું ન હોવાથી તેઓ પાર્ટી નેતૃત્વથી નારાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શશિ થરૂર તાજેતરમાં કેરળમાં યોજાયેલી રાહુલ ગાંધીની મહાપંચાયત દરમિયાન તેમની સાથે થયેલા વર્તનથી નારાજ છે.

કેમ નારાજ છે શશિ થરૂર?

એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાર્યક્રમ પહેલા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વરિષ્ઠતાને ધ્યાનમાં રાખીને શશિ થરૂરના ભાષણ બાદ ફક્ત રાહુલ ગાંધીનું ભાષણ હશે. મહાપંચાયતમાં વક્તાઓનો ક્રમ પણ નક્કી હતો, છતાં શશિ થરૂરના ભાષણ બાદ અન્ય વક્તાઓની લાઈન લાગી હતી.

રાહુલ ગાંધીએ પણ છેલ્લે ભાષણ આપ્યું હતું, પરંતુ તેમણે મંચ પર હાજર શશિ થરૂરનું નામ લીધું નહોતું. જેને શશિ થરૂરે યોગ્ય સન્માન ન મળવાના રૂપમાં લીધું છે. એટલું જ નહીં મહાપંચાયતમાં બેસવાના ક્રમમાં પણ કોંગ્રેસ સાંસદની સિનિયોરિટીને નજર અંદાજ કરવામાં આવી હતી.

હજુ સુધી કઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી

આ જ નારાજગીને કારણે તેમણે આજની દિલ્હીની બેઠકથી દૂરી બનાવી છે. જોકે, કોંગ્રેસ નેતૃત્વ તરફથી આ આખી ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *