WPL 2026 Orange Cap Purple Cap Replace in Gujarati : મહિલા પ્રીમિયર લીગ 2026 માં અત્યાર સુધીમાં કુલ 14 મેચ રમાઇ છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધારે રન કરનાર પ્લેયર યુપી વોરિયર્સની ફોબી લીચફિલ્ડ છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન કરનારને ઓરેન્જ કેપ આપવામાં આવે છે અને સૌથી વધારે વિકેટ ઝડપનારને પર્પલ કેપ આપવામાં આવે છે. હાલ ઓરેન્જ કેપ ફોબી લીચફિલ્ડ પાસે છે. પર્પલ કેપની વાત કરવામાં આવે તો તે ગુજરાત જાયન્ટ્સની સોફી ડિવાઇન પાસે છે.
ઓરેન્જ કેપ – સૌથી વધારે રન બનાવનાર પ્લેયર્સ
| ક્રમ | ખેલાડી | મેચ | રન | હાઈએસ્ટ | સ્ટ્રાઇક રેટ | 100/50 | 4s/6s |
| 1 | ફોબી લીચફિલ્ડ | 6 | 243 | 78 | 154.77 | 0/2 | 30/10 |
| 2 | હરમનપ્રીત કૌર (મુંબઈ) | 6 | 240 | 74* | 143.71 | 0/2 | 26/08 |
| 3 | નેટ સાયવર બ્રન્ટ (મુંબઈ) | 6 | 219 | 70 | 146.97 | 0/3 | 32/03 |
પર્પલ કેપ – સૌથી વધારે વિકેટ ઝડપનાર પ્લેયર્સ
| ક્રમ | ખેલાડી | ટીમ | મેચ | વિકેટ | બેસ્ટ પ્રદર્શન | ઇકોનોમી | 4 વિકેટ |
| 1 | સોફી ડિવાઇન | ગુજરાત | 6 | 11 | 31/3 | 8.10 | – |
| 2 | નદીન ડી ક્લાર્ક | આરસીબી | 5 | 10 | 26/4 | 6.94 | 1 |
| 3 | એમેલિયા કેર | મુંબઈ | 5 | 10 | 24/3 | 7.35 | – |
આ પણ વાંચો – મહિલા પ્રીમિયર લીગ 2026 પોઇન્ટ ટેબલ અપડેટ્સ
મહિલા પ્રીમિયર લીગ 2025માં નેટ સાયવર-બ્રન્ટ અને એમેલિયા કેર વિજેતા રહ્યા હતા
મહિલા પ્રીમિયર લીગ 2025ની સિઝનમાં ઓરેન્જ કેપ મુંબઈ ઇન્ડિયન્સની નેટ સાયવર બ્રન્ટે જીતી હતી. બ્રન્ટે 2025ની સિઝનમાં 10 મેચમાં 523 રન બનાવ્યા હતા. જ્યારે મહિલા પ્રીમિયર લીગ 2025મી સિઝનમાં પર્પલ કેપ મુંબઈ ઇન્ડિયન્સની એમેલિયા કેરે જીતી હતી. એમેલિયાએ 10 મેચમાં 18 વિકેટ ઝડપી તે સિઝનમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર રહી હતી.
