ભોજનનો સ્વાદ અને શરીરનું સ્વાસ્થ બંને વધારશે આ જાદુઈ ચટણી, સિમ્પલ રેસીપી નોંધી લો

ભોજનનો સ્વાદ અને શરીરનું સ્વાસ્થ બંને વધારશે આ જાદુઈ ચટણી, સિમ્પલ રેસીપી નોંધી લો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love



Pudina Haldi Chutney recipe: શિયાળા દરમિયાન બજારમાં પુષ્કળ પ્રમાણમાં ફુદીનો મળી રહે છે. ફુદીનો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કોઈપણ ભોજનનો સ્વાદ વધારવા માટે થોડી ચટણી પૂરતી છે. પીરસતાંની સાથે જ વાનગીનો સ્વાદ બદલાઈ જાય છે. સ્વાદની સાથે સાથે આ ચટણી સ્વાસ્થ્યમાં પણ વધારો કરે છે.

અહીં ફુદીના અને હળદરની ચટણી માટેની રેસીપી આપવામાં આવી છે. આ ચટણી એકદમ સરળ રીતે બની જાય છે. તમે તેને થોડીવારમાં બનાવી શકો છો અને તમારા પરિવારને પીરસી શકો છો.

ફૂદીના અને હળદરની ચટણી માટે સામગ્રી

  • 1 ગુચ્છ – ફુદીનો
  • 2 ચમચી – હળદર
  • 3 ચમચી – ધાણાના બીજ
  • 4  લીલા મરચાં
  • 1 ચમચી – જીરું
  • 1 ચમચી – લસણ
  • 4 ચમચી – ડુંગળી
  • 1 ચમચી – કાળું મીઠું
  • અડધી ચમચી લીંબુનો રસ

આ પણ વાંચોઃ- શાક બનાવવાનું મન ના હોય તો ફટાફટ બનાવો લીલા લસણનું ઈન્સ્ટન્ટ અથાણું

ફૂદીના અને હળદરની ચટણી બનાવવાની રીત

  • આ ચટણી બનાવવા માટે, પહેલા હળદર, ફુદીનો અને જીરુંને મીક્સર જારમાં લઈને પીસી લો.
  • ત્યારબાદ તેમાં લીલા મરચાં, કાળું મીઠું, ડુંગળી, આખા ધાણા અને લસણ, અડધી ચમચી લીંબુનો રસ ઉમેરો.
  • બધી સામગ્રીને સારી રીતે પીસીને ફાઈન પેસ્ટ તૈયાર કરો
  • અંતમાં, સ્વાદ મુજબ થોડું સરસવનું તેલ અને મીઠું ઉમેરો.
  • બધાને સારી રીતે મિક્સ કરો, અને તમારી ચટણી તૈયાર છે.
  • તેને રોટલી, પરાઠા અથવા ભાત સાથે પીરસો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *