દ્વારકા મંદિરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો

દ્વારકા મંદિરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો

ધર્મ RELIGION
Spread the love



પોષ પૂર્ણિમા નિમિત્તે આજે દ્વારકાધીશના દર્શને પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આજે શનિવારે વહેલી સવારથી જ મોટી સંખ્યા શ્રદ્ધાળુઓ દેવભૂમિ દ્વારકા પહોંચ્યા હતા. આજે ગોમતી નદીમાં સ્નાનનું પણ મહાત્મય હોવાથી શ્રદ્ધાળુઓએ ગાત્રો થીજવતી ઠંડી વચ્ચે નદીમાં આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી હતી. બીજી તરફ મંદિર પરિસર પણ વહેલી સવારથી જ ભક્તોથી છલોછલ થઈ ગયું હતું. મહત્વનું છે કે છેલ્લા 12 દિવસમાં 10 લાખથી વધુ ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા છે. આજે પોષી પૂનમના પાવન અવસરે પણ યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *