ખંભાળિયા દ્વારકા હાઈવે પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. પૂરઝડપે દોડતી કારે બાઇક ચાલકને અડફેટે લીધો. એક બાઇક ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જ પૂરપાટ દોડતી કાર કાળ બનીને આવી અને બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી દીધી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની અડફેટે આવતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું. ચોરીની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને સીસીટીવી ફૂટેજના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Source link
