દ્વારકામાં બુલડોઝર કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત, રૂ. 3.15 કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ

દ્વારકામાં બુલડોઝર કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત, રૂ. 3.15 કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ

ધર્મ RELIGION
Spread the love


Final Up to date:

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા ડિમોલિશન ડ્રાઈવથી શરૂ કરાઈ છે, ત્યારે આ ડ્રાઈવના આજે બીજા દિવસે 5 હોમસ્ટે સહિત ગેરકાયદેસર બાંધકામો તોડી પાડીને 5750 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાઈ છે, જેની કિંમત 3.15 કરોડ જેટલી થાય છે.

કાર્યવાહી હજુ પણ યથાવત્કાર્યવાહી હજુ પણ યથાવત્
કાર્યવાહી હજુ પણ યથાવત્

દેવભૂમિ દ્વારકા: દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો સામે વહીવટી તંત્રની મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરી છે. આજે આ ડ્રાઈવનો બીજો દિવસ હતો. જેમાં ચરકલાથી દ્વારકા જતા મુખ્ય રસ્તા પર સરકારી જમીન પર થયેલા અનધિકૃત દબાણોને હટાવાયું છે. આ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં કુલ પાંચ ગેરકાયદેસર હોમસ્ટે સહિત અનેક ભવનોને તોડી પાડવામાં આવ્યા છે. આથી લગભગ 5,750 ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીનને દબાણમુક્ત કરીને રૂ. 3.15 કરોડનું આર્થિક નુકસાન ટાળવામાં આવ્યું છે.

આ કાર્યવાહી પ્રાંત અધિકારી અમોલ આવટેના નેતૃત્વમાં દ્વારકા પોલીસ અને નગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝરો ફરી વળ્યા છે. તંત્રે સ્પષ્ટ કર્યું છે કે, અગાઉથી જ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી અને મુદત પૂરી થયા પછી પણ દબાણ ન હટાવવાથી આ કાર્યવાહી કરવી પડી છે. જો ભવિષ્યમાં પણ ગેરકાયદેસર રીતે ધમધમતા અન્ય ભવનો પર કાર્યવાહી કરવામાં આવશે.

આ ડિમોલિશન ડ્રાઈવના કારણે યાત્રાધામ દ્વારકાના વિસ્તારોમાં વ્યાપક અસર પડી છે. કારણ કે આ કાર્યવાહીમાં પાંચ અનધિકૃત બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે, જેમાં હોમસ્ટે અને અન્ય વ્યાપારી બાંધકામોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી મુખ્ય રસ્તા પરની સરકારી જમીનને ખુલ્લી કરાવીને યાત્રીઓ અને સ્થાનિક વ્યવહારને વધુ સરળ બનાવવાનો ઉદ્દેશ છે.  આ કાર્યવાહી ‘દેવભૂમિ દ્વારકા કોરિડોર’ વિકાસ યોજનાના ભાગરૂપે કરી હોવાનું મનાઈ રહ્યું છે.

નોંધનીય છે કે, આ અગાઉ પણ દ્વારકા જિલ્લામાં આવી જ મેગા ડિમોલિશન ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, જેમાં બેટ દ્વારકામાં અનેક ગેરકાયદેસર મકાનો તોડી પડાયા હતા અને હજારો ચોરસ મીટર જમીનને દબાણમુક્ત કરવામાં આવી હતી, જેની કિંમત કરોડોમાં હતી. ગત ફેબ્રુઆરીમાં પણ ધાર્મિક બાંધકામોને જમીનદોસ્ત કરી ઘણી બધી જમીનને મુક્ત કરાઈ હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *