1. પૂર્વજોનું શ્રાદ્ધ હંમેશા બપોરે કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, બપોરનો સમય પિતૃ દેવ માટે ખાસ માનવામાં આવે છે. પૂર્વજોનું શ્રાદ્ધ કરતી વખતે હંમેશા દક્ષિણ તરફ મુખ રાખીને બેસો. આવું એટલા માટે કેમ કે, આ દિશાને પિતૃલોકની દિશા માનવામાં આવે છે. પિતૃ પક્ષ સંબંધિત કાર્ય સૂર્યાસ્ત સમયે ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ સમય દરમિયાન કરવામાં આવેલ શ્રાદ્ધનું યોગ્ય પરિણામ મળતું નથી.
