આગામી 14 માર્ચ, ધૂળેટીના દિવસે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી થનાર છે. ત્યારે ભાવિકોને આવકારવા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યાત્રિકોને કોઈ અગવડ ન પડે અને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી ફુલડોલ ઉત્સવ મનાવવા રાજ્યભરમાંથી પગપાળા, રેલ અને રોડ માર્ગે લાખો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ આવી રહ્યો છે. ત્યારે યાત્રિકોની સલામતી, સગવડતા, સફાઈ, વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવાર નિમિત્તે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહત્વનું છે કે આગામી 14મી માર્ચે બપોરે 1:30 થી 2:30 સુધી જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવનાર છે. આ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવા માટે દેશભરમાંથી લાખો શ્રીજી ભક્તો દ્વારકા પહોંચી રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશ સાથે હોળી ધૂળેટી રમીને આશીર્વાદ પ્રાપ્ત કરશે.
Source link
