મહિનાઓ સુધી આરોપી શોધ્યો પણ મળે ક્યાંથી? રક્ષક જ બન્યો ભક્ષક, 12 વર્ષ જૂની અદાવતમાં કરી હત્યા

મહિનાઓ સુધી આરોપી શોધ્યો પણ મળે ક્યાંથી? રક્ષક જ બન્યો ભક્ષક, 12 વર્ષ જૂની અદાવતમાં કરી હત્યા

ધર્મ RELIGION
Spread the love


Final Up to date:

દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં રહસ્યમય હત્યાનો આખરે ભેદ ઉકેલાયો, 12 વર્ષ જૂની અદાવતે ખેડૂતને મોત સુધી લઈ ગયું હતું. પોલીસ આરોપીની શોધખોળ લાંબા સમય સુધી કરી છતાં હત્યાનો આરોપી પોલીસને હાથે નહોતો લાગ્યો. આખરે આરોપીએ સામેથી સરન્ડર કરતાં તે નીકળ્યો પોલીસ કર્મી.

વર્ષો જૂની અદાવતમાં હત્યાને અંજામ આપ્યોવર્ષો જૂની અદાવતમાં હત્યાને અંજામ આપ્યો
વર્ષો જૂની અદાવતમાં હત્યાને અંજામ આપ્યો

દ્વારકા: કલ્યાણપુર તાલુકાના નાના એવા ખાખરડા ગામે સીમ વિસ્તારમાં એક વૃદ્ધની હત્યા થાય છે. ગઈ તારીખ 15/7/2024 ના રોજ કલાક 20:30 વાગ્યે કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે વજુભા બનેસંગ જાડેજાને ગળાના ભાગે તલવારના ઘા ઝીંકી તેમની નિર્મમ હત્યા કરેલી લાશ મરણ જનારની વાડીમાંથી મળી આવે છે. 80 વર્ષીય આ વૃદ્ધ રાત્રિના સમયે પોતાની વાડીમાં હતા. ત્યારે તેમના ગળાના ભાગે અનેક તલવારના ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક તેમની હત્યા કરવામાં આવે છે. ત્યારે આ ઘટનાને પગલે કલ્યાણપુર પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે છે.

પોલીસ ફરિયાદ કરતા પોલીસના ધાડે ધાડા આ ગામમાં ઉતરે છે, ગામ અને આસપાસના ગામોમાં પણ આ હત્યા ચર્ચાનું કેન્દ્ર એટલી બની કે ગામમાં આટલો બંદોબસ્ત રાખવામાં આવ્યો. જો કે હત્યાનું કારણ શું હશે તે ચર્ચા ખૂબ ચાલી. આખરે આ વૃદ્ધની કોની સામે દુશ્મનાવટ હશે કે આવી રીતે નિર્મમ હત્યા કરી દેવામાં આવી. આવા અનેક સવાલો અને રહસ્યોથી ભરપુર આ હત્યાના બનાવમાં પોલીસ ખડેપગે દોડતી રહી પણ હત્યારો એટલો શાતિર હતો કે પોલીસ નિષ્ક્રિય રહી હતી. એ સવાલો પણ આ હત્યાના બનાવના કેટલાય દિવસો અને મહિના વીત્યા પછી સ્વભાવિક થવા લાગ્યા હતા. પોલીસ માટે આ હત્યાનું કારણ મળતું નહોતું પરંતુ આસપાસના વિસ્તારમાં આ હત્યા જૂની અદાવતમાં થઈ હોવાની ચર્ચા ગલીએ ગલીએ અને ચોરે-ચોરે થવા લાગી હતી. પણ બસ પોલીસને જ આ કેસમાં આરોપીના કોઈ વાવડ નહોતા મળતા. હત્યાનું કારણ જાણીને આશ્ચર્ય થશે. કેમ કે આ હત્યાને અંજામ આપનાર કોઈ શાતિર અપરાધી નહિ પણ કાયદાનો રક્ષક અને ખુદ આજ ગામનો પોલીસ કર્મી નીકળતા સમગ્ર જિલ્લામાં આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી છે.

આ બનાવ વખતે આરોપીનું નામ જાણવા મળેલ ન હતું. પરંતુ ત્યારબાદ ગુનાની તપાસ દરમિયાન આ ખૂન ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દશરથસિંહ રણુભા જાડેજા નામના વ્યક્તિએ કરેલ હોવાનું ખુલવા પામતા દશરથસિંહની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. જે દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે આ દશરથસિંહ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરનાર અમલદાર સમક્ષ સરેન્ડર થતાં તેની અટક કરવામાં આવેલ તેમજ હાલ તેની પૂછપરછ ચાલુ છે.

આ પણ વાંચો :   અમદાવાદ સિવિલમાં 166 મું અંગદાન: બ્રેઈન ડેડ પત્નીના અંગોનું પતિએ કર્યું દાન, 4 લોકોને મળશે નવજીવન

પોલીસે નામદાર કોર્ટ પાસેથી આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આરોપીની પૂછપરછ કરતા આરોપી દ્વારા જણાવવામાં આવેલ છે કે, 2012ની સાલમાં મરણ જનાર વજુભા જાડેજાની વાડીમાં ઈલેક્ટ્રીક કરંટ મૂકવામાં આવેલ હતો. જેના કારણે કરંટ લાગતા આરોપીના કાકા તથા કાકાનો દીકરો બંનેનું મૃત્યુ થયેલ હતું. જે બનાવ બાબતે જે તે સમયે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે મરણ જનારના દીકરા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આરોપીએ પોતાના કાકા તથા પિતરાઈ ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે વજુભાનું ખૂન કરેલ છે. આ ગુનો કરવા માટે આરોપી દ્વારા ઉપયોગ કરવામાં આવેલ તલવાર ખાખરડા ગામના આશાપુરા માતાજીના મંદિર ખાતેથી બનાવના બીજા દિવસે કબજે કરવામાં આવેલ હતી. અત્યાર સુધીની તપાસમાં આ ગુનો આચરવામાં અન્ય કોઈ સહ આરોપીઓ સામેલ હોવાની કોઈ હકીકત જણાઈ આવેલ નથી. આરોપી વિરુદ્ધ અન્ય પુરાવાઓ મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે.

આ પણ વાંચો : ‘મેરા ભાઈ’ હૈ ના! બહેનો નવરાત્રીમાં મોડું થાય તો ચિંતા ન કરતા, બસ આટલું કરજો… સલામત પહોંચી જશો ઘરે

હત્યાના આ બનાવને પગલે ખાખરડા ગામે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મહિના સુધી સતત રાખવામાં આવ્યો અને આખરે કાયદાનો રક્ષક પોલીસ કર્મીએ જૂની અદાવતમાં બદલો લેવાની આડમાં આ હત્યાને અંજામ આપ્યો અને પોલીસ પણ જાણે આ કેસમાં ખૂબ ઢીલી નીતિથી કામ કરતી રહી હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. આરોપી પોલીસ કર્મી પોલીસને હાથના લાગ્યો, ખુદ સામેથી સરેન્ડર કર્યું એ પણ પોલીસ માટે શરમજનક ઘટના છે. અન્ય કેસોમાં પોલીસ તાત્કાલિક ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લેવાના બણગા ફૂંકતી નજરે પડે છે, પણ આ કેસમાં પોલીસ કર્મી હત્યારો હતો અને પોલીસ પણ આ કેસમાં ઢીલી નીતિથી કામ કરતી નજરે પડી હોય તેવો ઘાટ સર્જાયો. હત્યાના આટલા દિવસો વીત્યા બાદ પણ આરોપીને પોલીસ ઝડપી ના શકી એ પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. પોલીસ કર્મી હત્યારો નીકળતા પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *