દ્વારકાના દરિયા કિનારે “અંડરવોટર શોધ” શરૂ કરવામાં આવી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના પાંચ પુરાતત્વવિદોની એક ટીમ દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં મહિલા સભ્યોનો સમાવેશ થાય છે. પાણીની અંદર શોધ કરીને પુરાતત્વ શાખા એક નવો ઈતિહાસ રચશે. ઉલ્લેખનીય છે કે પ્રોફેસર પુરાતત્વ વિભાગના અધિક મહાનિર્દેશક આલોક ત્રિપાઠીના નેતૃત્વમાં ASIના પાંચ પુરાતત્વવિદો દ્વારા સંશોધન શરૂ કરવામાં આવ્યું છે. આ ટીમમાં ખાસ વાત એ છે કે, પહેલી વખત ત્રણ મહિલા પુરાતત્વવિદ પણ સામેલ છે.આ સંશોધન માટે ભારતીય નૌકાદળ અને અન્ય સરકારી સંસ્થાઓ પણ સહકાર આપી રહ્યા છે.
Source link
