‘2027ની ચૂંટણી ખેડૂતો મુદ્દે લડવા, આવી જજો મેદાનમાં..,’ જીતુ વાઘાણીનો કોંગ્રેસને પડકાર

‘2027ની ચૂંટણી ખેડૂતો મુદ્દે લડવા, આવી જજો મેદાનમાં..,’ જીતુ વાઘાણીનો કોંગ્રેસને પડકાર

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

ગુજરાત વિધાનસભામાં OBC-SC-ST મુદ્દે કોંગ્રેસના વોકઆઉટ બાદ જીતુ વાઘાણીએ 2027ની ચૂંટણી ખેડૂતો મુદ્દે લડવાની અને કોંગ્રેસને મેદાનમાં આવવાનો ખુલ્લો પડકાર આપ્યો છે. તેમણે કોંગ્રેસને ખેડૂતો વિરોધી ગણાવી, ભાજપની ટીમ ચૂંટણી માટે તૈયાર હોવાનું જણાવ્યું છે.

Rapid Read
News18
News18

ગાંધીનગર: હાલ ગુજરાત વિધાનસભામાં રાજ્યના બજેટ 2026-27ને લઈને બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેના આજે 10માં દિવસે કોંગ્રેસે OBC-SC-STનો મુદ્દો ઉઠાવીને ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. જે બાદ ભાજપના જીતુ વાઘાણીએ આગામી 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખેડૂતો મુદ્દે લડવાની છે તમે આવી જજો મેદાનમાં’ જેવો કોંગ્રેસને ખુલ્લો પડકાર આપતા ગુજરાતમાં રાજનીતિનો માહોલ ગરમાયો છે.

વિધાનસભામાં ગુજરાત બજેટ સત્ર 2026-27નો આજે 10મો દિવસ પૂર્ણ થયા બાદ ભાજપના જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ આવી આગામી ગુજરાત વિધાનસભા 2027ની ચૂંટણીને લઈને કોંગ્રેસને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, દરેક વખતે કોંગ્રેસને સરકાર બનાવવી હોય છે. પરંતુ દર વખતે કોંગ્રેસનો પાનો ટૂંકો પડી જાય છે.

જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, આ દેશ વિરોધી કોંગ્રેસ, ખેડૂતો વિરોધી કોંગ્રેસ છે. જોકે ખેડૂતો ભિખારી નથી, સ્વમાની છે. માટે ખેડૂતો માટે કોણે કેટલું અને શું કર્યું તેની વાત આપણે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027માં કરીશું.

જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું કે, ‘આગામી 2027ની ચૂંટણી ખેડૂતો ઉપર લડવાની છે, આ માટે મોદીજી, ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈની ટીમ ચૂંટણી લડવા તૈયાર છે. જેથી અહીં ગૃહમાં તમને કંઈ નહીં કહીએ, આવી જજો મેદાનમાં.’ ત્યારે ગૃહમાં કોંગ્રેસના વોક આઉટ બાદ જીતુ વાઘાણીએ આપેલા આ પડકારથી ગુજરાતનો રાજકીય માહોલ ગરમાયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *