દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ કરંટથી 2 ખેડૂતોના ભોગ લીધા છે. બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે દ્વારકા જિલ્લાના સોનારડી ગામે વાડી વિસ્તારમાં ખેડૂતો કામ કરી રહ્યા હતા. તે વખતે જ જીવતા તારમાંથી કરંટ લાગતા 2 ખેડૂતોના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મહત્વનું છે કે મૃતક બંન્ને કૌટુંબિક ભાઈઓ હોવાનું ખુલવા પામ્યું છે. તો આ તરફ પરિવારજનોએ PGVCLની બેદરકારી સામે સવાલો કર્યા છે. તો ખેડૂતોના મોતને પગલે પરિવારજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.
Source link
