સુરત સ્ટાઇલ ખસખસ ડુંગળીનું શાક તમે કદી ટ્રાય કર્યું છે? આ રહી સરળ રેસીપી

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


જીવનશૈલી | જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ઉપલબ્ધ ન હોય અથવા રોજિંદા શાકથી કંઈક અલગ અને શાહી સ્વાદ ખાવાનું મન થાય, ત્યારે ખસખસ ડુંગળીનું શાક એક બેસ્ટ ઓપ્શન છે. સુરતી સ્ટાઇલમાં બનતું આ શાક તેના રિચ ટેક્સચર અને અદભુત સ્વાદ માટે જાણીતું છે.

ખસખસની ક્રીમી ગ્રેવી અને નાના કદની ડુંગળીનો ગળચટો સ્વાદ જ્યારે મસાલા સાથે ભળે છે, ત્યારે એકદમ સ્વાદિષ્ટ અને ધાબા સ્ટાઈલ સબ્જી તૈયાર થાય છે. 

આ શાક ગરમાગરમ બાજરીના રોટલા, પરાઠા કે પૂરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં જાણો ખસખસ ડુંગળીનું શાક બનાવવાની સરળ રેસીપી 

ખસખસ ડુંગળીનું શાક રેસીપી 

સામગ્રી

  • 2 કપ નાની ડુંગળી
  • 3 ચમચી ખસખસ 
  • 2 ટામેટાં
  • 1 ચમચી આદુ-મરચાં-લસણની પેસ્ટ
  • 3 ચમચી તેલ કે ઘી
  • 1/2 ચમચી રાઈ અને જીરું
  • 1 નાનો ટુકડો તજ અને 
  • 2 લવિંગ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણાજીરું પાવડર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • બારીક સમારેલી કોથમીર

ખસખસ ડુંગળીનું શાક બનાવવાની રીત

 પલાળેલી ખસખસને મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને એકદમ સ્મૂધ અને ક્રીમી પેસ્ટ બનાવી બાજુ પર રાખો.

કઢાઈમાં તેલ ગરમ કરો. જો તમે નાની ડુંગળી વાપરી રહ્યા હોવ તો તેમાં ચાર કાપા મૂકીને તેલમાં 7 મિનિટ માટે હળવી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળીને પ્લેટમાં કાઢી લો.

એ જ કઢાઈમાં બાકીનું તેલ ઉમેરી રાઈ, જીરું, તજ અને લવિંગનો વઘાર કરો. ત્યારબાદ આદુ-મરચાં-લસણની પેસ્ટ નાખી 2 મિનિટ સાંતળો.

હવે તેમાં ટામેટાંની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણાજીરું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરો. મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમા તાપે પકાવો.

હવે તૈયાર કરેલી ખસખસની ક્રીમી પેસ્ટ ઉમેરો અને સતત હલાવતા રહી 5 મિનિટ પકાવો જેથી ખસખસ બરાબર ચડી જાય.

ગ્રેવીમાં અડધો કપ નવશેકું પાણી અને સાંતળેલી ડુંગળી ઉમેરીને બરાબર મિક્સ કરો. ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 7 મિનિટ માટે ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડવા દો.

છેલ્લે ગરમ મસાલો અને તાજી સમારેલી કોથમીર ઉમેરીને ગેસ બંધ કરો. તૈયાર છે ગરમાગરમ ખસખસ ડુંગળીનું શાક! તેને રોટલા, રોટલી કે પરાઠા સાથે ગરમ-ગરમ સર્વ કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *