સિંગર અરમાન મલિકની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ; તસવીરમાં જોઈ લો કેવી છે હાલત

સિંગર અરમાન મલિકની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ; તસવીરમાં જોઈ લો કેવી છે હાલત

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

સિંગર અરમાન મલિક આ દિવસોમાં હોસ્પિટલમાં દાખલ છે. લેટેસ્ટમાં સિંગરે એક તસવીર શેર કરી છે જેમાં હેલ્થ અપડેટ જણાવી છે અને હાલમાં આરામ કરી રહ્યાં છે.

Image Source: INSTAGRAM/@ARMAANMALIK
Picture Supply: INSTAGRAM/@ARMAANMALIK

સિંગર અરમાન મલિકે લેટેસ્ટમાં સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી છે જે જોઈને ફેન્સ ચિંતામાં પડી ગયા છે. સિંગર આ દિવસોમાં હોસ્પિટલમાં દાખલ છે. પોતાની હેલ્થ અપડેટ શેર કરતા અરમાન મલિકે એક તસવીર શેર કરી છે પરંતુ હોસ્પિટલમાં દાખલ કેમ થયા એ વિશે કોઈ કારણ સ્પષ્ટ જાણી શકાતું નથી. અરમાન મલિકે જણાવ્યું કે એમની તબિયત છેલ્લાં ઘણાં દિવસોથી ઠીક નથી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલમાંથી શેર કર્યો ફોટો

અરમાન મલિકે પોતે હોસ્પિટલમાંથી એક તસવીર શેર કરી છે જેના કારણે ફેન્સ ચિંતામાં પડી ગયા છે. સિંગરે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે છેલ્લાં કેટલાક દિવસો સારી રીતે પસાર થયા નથી. આ તસવીર પોસ્ટ કરતા જ ફેન્સ ચિંતા કરીને હાલચાલ પૂછવા લાગ્યા છે. એવામાં સિંગરે પ્રશંસકોને આશ્વાસન આપ્યું છે કે હવે તબિયત સારી છે અને આરામ કરી રહ્યાં છે અને સ્વસ્થ છે. અરમાન મલિકે હોસ્પિટલમાંથી જે તસવીર શેર કરી છે એમાં હાથમાં આઇવી ડ્રિપ લાગેલી જોવા મળી રહી છે.

ફેન્સે સિંગર માટે કરી પ્રાર્થના

અરમાન મલિકે આ તસવીર શેર કરતા ફેન્સે જાતજાતની કોમેન્ટ્સ કરી છે. એક ફેને લખ્યું છે કે જલદી ઠીક થઈ જાઓ. આ સાથે બીજા એક ફેન્સે કોમેન્ટ કરી છે કે તમે હોસ્પિટલમાં દાખલ કેમ છો, શું થયું? સિંગરનાં સ્વાસ્થ્યને લઈને યુઝર્સ અનેક ઘણી કોમેન્ટ્સ કરી રહ્યાં છે. આ સાથે જલદી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરી છે. આ વચ્ચે અરમાન મલિકે એમનાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ બીજીવાર શેર કરી છે જેમાં લખ્યું હતું કે આ વર્ષે તમારે જે વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે એની યાદીમાં પોતાને શામેલ કરવાનું ભૂલશો નહીં.

અરમાન મલિક થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચર્ચામાં આવ્યા હતા જેમાં ભાઈ અમાલ મલિકની સાથે કમ્પેર ન કરવાનો આગ્રહ કર્યો હતો. સિંગરે એક લાંબી પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, મને ખરેખર એ વાતનો ખ્યાલ આવતો નથી કે એકબીજાની વિરુદ્ધ ઊભા કરવાની કોશિશ કેમ કરો છો? અમારો રસ્તો અલગ છે, પરંતુ અમારી ખુશી હંમેશા એકબીજાને આગળ વધારે છે. કૃપા કરીને અમારી તુલના કરવાનું બંધ કરો. અમે આના કરતા મોટા છીએ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *