સાધ્વી પ્રેમ બાઈસા મર્ડર મિસ્ટ્રી: પિતા વીરમનાથ પર કેમ શંકા વધી, બેડરુમનો વાયરલ વીડિયો જવાબદાર?

સાધ્વી પ્રેમ બાઈસા મર્ડર મિસ્ટ્રી: પિતા વીરમનાથ પર કેમ શંકા વધી, બેડરુમનો વાયરલ વીડિયો જવાબદાર?

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

સાધ્વી પ્રેમ બાઈસા મૂળ તો જોધપુરની રહેવાસી હતી. તે એક કથાવચકની સાથે ભજન વગેરે પણ ગાતી હતી. તેના પ્રોગ્રામમાં હજારો લોકોની ભીડ એકઠી થઈ હતી.

Sadhvi Prem Baisa murder mystery
Sadhvi Prem Baisa homicide thriller

જોધપુર: સાધ્વી પ્રેમ બાઈસાની ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ થયા બાદ લાશ પરિવારને સોંપી દેવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે સાધ્વીની ડેડ બોડી પિતાને સોંપી દેવામાં આવી છે. લાશને આરતી નગર વિસ્તારમાં આવેલા આશ્રમમાં લઈ ગયા છે. હવે તમામ લોકો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે. આવો જાણીએ કેમ બધા આ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

સાધ્વી પ્રેમ બાઈસા કોણ હતી?

સાધ્વી પ્રેમ બાઈસા મૂળ તો જોધપુરની રહેવાસી હતી. તે એક કથાવચકની સાથે ભજન વગેરે પણ ગાતી હતી. તેના પ્રોગ્રામમાં હજારો લોકોની ભીડ એકઠી થઈ હતી. આ સાધ્વી પ્રેમ બાઈસાનું બુધવારે 28 જાન્યુઆરીના રોજ રહસ્યમયી રીતે મોત થઈ ગયું હતું. સાધ્વી છેલ્લા બે દિવસથી મામૂલી રીતે બીમાર હતી. તેને આશ્રમમાં જ એક કમ્પાઉન્ડરને બોલાવ્યો હતો. આ કમ્પાઉન્ડરે તેને એક ઇન્જેક્શન લગાવ્યું હતું. જે બાદ તેની તબિયત બગડી ગઈ. હાલત વધારે ખરાબ થયા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. સાધ્વીના પિતા અને ગુરુ બંને એક જ શખ્સ વીરમનાથ છે. વીરમનાથ જ સાધ્વીને પ્રજ્ઞા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે સાધ્વીને જોતા જ મૃત જાહેર કરી હતી. એટલે કે સાધ્વીનું મોત થઈ ચૂક્યું છે. હોસ્પિટલમાં જતાં પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.

સાધ્વી પ્રેમ બાઈસાના મોતમાં ઇન્જેક્શન પર કેમ ઉઠી રહ્યા છે સવાલ?

પોલીસ તરફથી જપ્ત પેકેટને સાચું માનીએ તો સાધ્વી પ્રેમ બાઈસાને DEXONA ઇન્જેક્શન આપ્યું હતું. હવે સવાલ એ થાય છે કે આખરે ઇન્જેક્શનમાં એવું શું હતું કે સાધ્વી આટલી જલદી કોલેપ્સ કરી ગઈ. તેની તબિયત ખરાબ થઈ ગઈ. શું ઇન્જેક્શનમાં કોઈ ઝેરી વસ્તુ હતી? શું કોઈ દવાનો ઓવરડોઝ હતો? અથવા કોઈ એવી દવા હતી જે સાધ્વીના શરીરમાં જતાં રિએક્શન કરી ગઈ અને તેના પરિણામ ફળ સ્વરૂપે સાધ્વીનું મોત થઈ ગયું. આ એક મોટો સવાલ છે.

સાધ્વી પ્રેમ બાઈસાના મોતની આજુબાજુમાં અન્ય કેટલાય રહસ્યો છે. જેમાં જોધપુરની પોલીસ અટવાયેલી છે. રહસ્ય એ છે કે આજથી છ મહિના પહેલા એટલે કે જુલાઈ 2025માં સાધ્વી પ્રેમ બાઈસાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો પ્રાઈવેટ મૂવમેન્ટનો હતો. 13 જુલાઈ 2025ના રોજ સાધ્વીનો એક વીડિયો વાયરલ થયા લાગ્યો. આ વીડિયોમાં સાધ્વી પોતાના રૂમમાં પહેલા સૂતેલી દેખાઈ હતી. પછી એક શખ્સ સાધ્વી પાસે આવે છે. પહેલા આ માણસે સાધ્વીને ગાલે ટચ કરી તેને વ્હાલ કર્યો અને પછી સાધ્વીને આલિંગન કરવા લાગ્યો. આ માણસ બીજું કોઈ નહીં પણ સાધ્વીના પિતા અને ગુરુ વીરમનાથ હતા. જે રીતે બંને એકબીજાને આલિંગન કરી રહ્યા હતા, તે જોતા ભાગ્યે જ એવું લાગતું હતું કે તેઓ બંને પિતા-પુત્રી છે.

જે રીતે આ બંને એકબીજાને આલિંગન કરી રહ્યા હતા, એ તસવીરો વાયરલ થયા બાદ ઘણા લોકોને આ પસંદ નહોતું આવ્યું. સવાલ ઉઠાવી રહ્યા હતા કે બાપ દીકરી વચ્ચે આ રીતે પ્રેમ ન થઈ શકે. હવે સવાલ થાય છે કે ક્યાંક એવું તો નથી ને કે આ વીડિયોના કારણે સાધ્વીનું મોત થયું.

સાધ્વી પ્રેમ બાઈસાના મોતમાં વાયરલ વીડિયોનું કનેક્શન શું છે?

એ 6 મહિના જૂના વાયરલ વીડિયોને લઈને સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે સાધ્વી પ્રેમ બાઈસાનું મોત 28 જાન્યુઆરી સાંજના લગભગ 5.30 કલાકે થયું. 28 જાન્યુઆરીના રોજ રાતના લગભગ 9.30 કલાકે તેના ઇન્સ્ટા હેન્ડલથી એક પોસ્ટ પબ્લિશ થઈ. આ પોસ્ટને કથિત રીતે સાધ્વીની ડેથ નોટ કહેવાય છે. આ પોસ્ટમાં લખ્યું છે કે આ દુનિયાને અલવિદા કહી રહી છે અને અહીં નહીં તો ઉપરવાળાના દરબારમાં તેમને ન્યાય મળશે. કહેવાનો મતલબ એ છે કે જે રીતે માણસ દુનિયા છોડતા પહેલા ઘણી વાર સ્વેચ્છાથી જ્યારે તે દુનિયા છોડે છે તો તે એક લાસ્ટ નોટ લખે છે, જેને ડેથ નોટ કહેવાય છે. સૌથી મોટી મિસ્ટ્રી એ છે કે જ્યારે સાધ્વીનું મોત 5.30 કલાકે થયું તો પછી 9.30 કલાકે ડેથ નોટ ઇન્સ્ટાગ્રામ પર સાધ્વીના હેન્ડલથી કોણે અપલોડ કરી?

સાધ્વી પ્રેમ બાઈસાના મોતના કેસમાં પિતા વીરમનાથ પર શંકા વધી?

સાધ્વી પ્રેમ બાઈસા જોધપુરના સાધના કુટીર આશ્રમમાં રહેતી હતી. તેની ઉંમર 25 વર્ષ હતી. તે પોતાની જાતને બાળ સંત કહેતી હતી. સાધ્વી પ્રેમ બાઈસાના જે પિતા છે વીરમનાથ તે પણ એક સાધુ છે. તે પણ ભગવા વસ્ત્રો પહેરતા હતા. તે પિતાની હોવાની સાથે સાધ્વીના ગુરુ પણ હતા. 13 જુલાઈ 2025ના રોજ વાયરલ થયેલો વીડિયોને લોકો સાધ્વીના મોત સાથે જોડીને જોઈ રહ્યા છે.

જો કે તે સમયે સાધ્વીએ પોલીસમાં ફરિયાદ આપીને કહ્યું હતું કે બદનામ કરવાની માનસિકતાથી વીડિયોને કાપીને વાયરલ કર્યો છે. જે લોકો આ પ્રકારના વીડિયોને પ્રમોટ કરશે અને એકબીજાને શેર કરશે તેમના પર પોલીસ કાર્યવાહી કરશે. તેની સાથે જ સાધ્વીએ એવું પણ કહ્યું કે તેમને પોતાના ગુરુ અને પિતા સાથે પવિત્ર સંબંધ છે. આ સંબંધને પાક સાફ અને બેદાગ સાબિત કરવા માટે તે હવે અગ્નિ પરીક્ષા આપવા માટે પણ તૈયાર છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *